મેહબૂબા મુફ્તીને યાદ આવ્યા રામ,આર્ટિકલ 370નો ઉલ્લેખ કરીને વાંચી રામાયણની આ ચોપાઈ

PC: barandbench.com

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ સુનાવણી સતત ચાલી રહી છે. જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી પણ બુધવારે સુનાવણીમાં સામેલ થવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંવિધાનનો સંદર્ભ આપ્યો. સાથે જ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનો સંદર્ભ આપ્યો. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા રામયણની ચોપાઈ ‘રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય’ યાદ કરતા આર્ટિકલ 370 હટાવવાની નિંદા કરી હતી.

સાથે જ કહ્યું કે, આર્ટિકલ 370ને રદ્દ કરવો એક કાયદાકીય મુદ્દો નથી, પરંતુ તે ભાવાત્મક વાત છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભાજપનું સંસદમાં બહુમતનો દુરુપયોગ કરવું બધા સામે આવી ગયું છે. મેહબૂબા મુફ્તીએ સુપ્રીમ કોર્ટ બહાર કહ્યું કે, દેશની સંસ્થાઓ સાથે શું થઈ રહ્યું છે. તે આપણે બધા જાણીએ છીએ. અમને અત્યારે પણ દેશની સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે. હું સુપ્રીમ કોર્ટને અપીલ કરું છું કે દેશ “રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય’ની રીતે વિશ્વાસ કરે છે. હું “જય શ્રીરામ”ના નામ પર લોકોની હત્યાઓ કરનારા, તેમને લીંચ કરનારાઓની વાત કરી રહી નથી.

તેમણે કહ્યું કે, મારી વાત એ અલ્પસંખ્યક લોકોની છે, જે રામચંદ્રજી અને તેમના વચનોમાં આજે પણ આસ્થા રાખે છે કે રઘુકુલ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે હું વિચારું છું કે, આજે સુપ્રીમ કોર્ટમાં એ વચન પર જ સુનાવણી ચાલી રહી છે. PDP ચીફ મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, મને ખુશી છે કે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 370ના કેસમાં સુનાવણી કરી રહી છે. એ મારા માટે માત્ર કેસ નથી. તે જમ્મુ-કશ્મીરના લોકો માટે ભાવાત્મક મુદ્દો પણ છે. આખરે 4 વર્ષની રાહ જો બાદ તેની સુનાવણી થઈ રહી છે.

તેમણે કહ્યું કે, અમે જમ્મુ-કશ્મીરના એ બેઅવાજ લોકોનો અવાજ બનવા માટે વકીલોના ખૂબ ખૂબ આભારી છીએ જેમને બંદૂકની અણીએ ચૂપ રહેવા મજબૂર કરવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી બહેશ દરમિયાન સત્તાધારી ભાજપનું સત્ય સામે આવી રહ્યું છે. કયા પ્રકારે ભાજપે સંસદમાં બહુમતનો દુરુપયોગ ભારતીય સંવિધાનને નુકસાન પહોંચાડવા માટે કર્યો છે. જમ્મુ-કશ્મીરના લોકો પાસેથી વિશેષ દરજ્જો પરત લઈ લેવામાં આવ્યો. આજે એ વિચારનું ટ્રાયલ થઈ રહ્યું છે. જેને ભારતનો વિચાર કહે છે. આ દેશનું સંવિધાન, ન્યાયિક તંત્ર લોકતંત્ર છે, જેનું આજે ટ્રાયલ થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp