રજાના દિવસે કર્મચારીને ફોન કર્યો તો થશે 1 લાખ રૂપિયાનો દંડ, આ કંપનીની નવી પોલિસી

PC: benefitspro.com

રજાના દિવસે કોઈ પણ કામ સાથે જોડાયેલો કોલ અથવા મેસેજથી પરેશાન થવા નથી ઈચ્છતું. પરંતુ તેનો મતલબ એ નથી કે એવું ક્યારેય નથી થતું. તેને ધ્યાનમાં રાખીને ફેન્ટ્સી સ્પોર્ટ્સ ડ્રીમ11એ એક દિલચસ્પ પોલિસી બનાવી છે. કર્મચારીઓ માટે આ શાનદાર પોલિસી છે કારણ કે રજાના દિવસે તેમને ઓફિસના કામથી જોડાયેલા કોઈ પણ કોલ અથવા મેસેજ નહીં કરવામાં આવે. ડ્રીમ11 એ જાહેરાત કરી છે કે જો રજાના દિવસે કામ કરવાને લઈને કોઈ પણ કર્મચારીને પરેશાન કરે છે, તો તેને ભારે દંડ થશે.

કર્મચારી પોતાની રજાની સારી રીતે મજા માણી શકે તે માટે કંપની આ નવી પોલિસી લઈને આવી છે. ડ્રીમ 11ની અનપ્લગ પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારી પોતાની રજાને કામ સાથે સંબંધિત ઈમેઈલ, સંદેશ અને કોલ વગર વિતાવી શકશે. તેમને કોઈ પણ રીતે પરેશાન કરવામાં નહીં આવે. કર્મચારી એક અઠવાડિયાની રજા દરમિયાન સંપૂર્ણ રીતે પોતાને પોતાના કામથી અલગ રાખી શકે છે. કંપનીએ લિંક્ડઈન પર પોતાની આ પોલિસીની જાહેરાત કરી છે. લિંક્ડઈન પોસ્ટમાં લખ્યું છે- ડ્રીમ 11માં અમે ખરેખરમાં ડ્રીમસ્ટરને લોગ ઓફ કરીએ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કંપનીના સંસ્થાપક હર્ષ જૈન અને ભાવિત શેઠે કહ્યું છે કે જે પણ કર્મચારી અનપ્લગ સમય દરમિયાન કોઈ અન્ય કર્મચારીનો સંપર્ક કરશે તેની પર એક લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવશે. ભલે તેમની સ્થિતિ, ભાડાની તારીખ તથા અન્ય કોઈ પણ કારણ હોય. સંસ્થાપકોના કહેવા પ્રમાણે, પોલિસીને આ સુનિશ્ચિત કરવા માટે લાગૂ કરવામાં આવ્યું છે કે કંપની કોઈ કર્મચારી પર નિર્ભર ન થાય.

કંપનીની નવી પોલિસીથી કર્મચારીઓ ખુશ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે કર્મચારીઓને કંપનીની બધી સિસ્ટમ અને ગ્રુપથી અલગ રહેવાની અનુમતિ આપવી ફાયદાકારક છે. અમે સાત દિવસ સુધી ઓફિનસના કોલ, ઈમેઈલ, મેસેજ અથવા તો એટલે સુધી કે વ્હોટ્સએપથી પરેશાન નહીં થઈએ. તેનાથી અમને કેટલોક સારો સમય પસાર કરવાની તક મળશે. ડ્રીમ 11ના એક કર્મચારીએ કહ્યું કે કામમાં પોતાનું બેસ્ટ આપવા માટે ફ્રેશ, ખુશી અને નવી ઉર્જા મેહસૂસ કરવી જરૂરી છે. ઘણી વખત કર્મચારી રજા વિતાવવા એવી જગ્યાઓ પર જાય છે, જ્યાં નેટવર્કની સમસ્યા હોય છે. તેવામાં તેમના માટે ઓફિસના કોલ અને મેસેજનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. ડ્રીમ 11ની નવી પોલિસી એવા કર્મચારીઓ માટે શાનદાર સાબિત થશે. હવે તેઓ બેફીકર થઈને ક્યાંય પોતાની રજાઓ વિતાવી શકશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp