જો 2024માં BJP જીતશે તો પછી ચૂંટણી નહીં થાય, PM મોદી નરેન્દ્ર પુતિન બની જશે: માન

PC: socialnews.xyz

કેન્દ્ર સરકારના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની એક રેલી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવી છે. આ રેલીને સંબોધન કરતી વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે નિશાન સાધીને કહ્યું હતું કે, જો 2024ની લોકસભાની ચૂંટણી BJP જીતશે તો દેશનું બંધારણ બદલી નાંખવામાં આવશે, ચૂંટણીઓ નહીં થાય અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર પુતિન બની જશે. ભગવંત માને કહ્યુ કે હવે તો લોકો જ કરી રહ્યા છે કે ભાજપનો મતલબ ભારતીય જુગાડ પાર્ટી છે.

ભગવંત માને કહ્યું કે આ કોઇ શક્તિ પ્રદર્શન નથી, અમે પ્રજા સુધી એ વાત પહોંચાડવા માટે આવ્યા છીએ કે, કેવી રીતે તમારા અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા છે. તમે લાઇનમાં ઉભા રહીને મત આપીને નેતા ચૂંટો છે. પંરતુ PM મોદી અને ભાજપ વાળા એવું ઇચ્છતા જ નથી કે બીજા કોઇની સરકાર બને. જો ચૂંટણીમાં સરકાર ન બને તો ભાજપ વાળા પાછળના દરવાજેથી સરકાર બનાવી લે છે.

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યુ કે તમે કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે, જો તેઓ કામ નહીં કરી શકે, અધિકારીઓને આદેશ નહીં આપી શકશે, ભ્રષ્ટ અધિકારીઓને નહીં બદલી શકશે, તેમને સસ્પેન્ડ નહીં કરી શકશે તો પછી સીસ્ટમ ચાલશે કેવી રીતે.

ભગવંત માને રામલીલા મેદાનના મંચ પરથી કહ્યું કે, હવે માત્ર એક જ વર્ષ બાકી છે. દેશની 140 કરોડ જનતા નક્કી કરે કે દેશને બચાવવો છે તો દેશ બચી જશે. નહીં તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં જો ભાજપ જીતશે તો બંધારણ બદલી નાંખશે. ચૂંટણીઓ નહીં થવા દેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નરેન્દ્ર પુતિન બની જશે. રશિયાના રાષ્ટ્રપતિએ જાહેર કરેલું જ છે કે 35 વર્ષ સુધી તેઓ જ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે રહેશે. પ્રધાનમંત્રી આવનારા સમયના નરેન્દ્ર પુતિન છે. હવે દેશે જાગવું પડશે. તેઓ ડરાવે છે. અમે આ મેદાન પરથી શરૂઆત કરી હતી. આ આમ આદમી પાર્ટીનું જન્મસ્થળ છે. અમે જીત્યા પછી આવ્યા. તેઓ અમને જેલમાં નાખીને અમારી ટીમને તોડવા માંગે છે. અમે કહેવા માંગીએ છીએ કે हम वो पत्ते नहीं, हीं जो साख से टूटकर गिर जाएंगे. आंधियों को बोलो... अपनी औकात में रहो.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp