સજા પણ ઓછી અને જેલ થઈ તો મળી જશે જામીન, વૃજભૂષણ પર લાગી છે આ કલમો

PC: thecitizen.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી પોલીસે રાઉજ એવેન્યૂ કોર્ટમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર 354, 354(A), 354(D) અને 506(I)ની કલમો લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલે ચાર્જશીટમાં વૃજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલી કલમો પર પોતાની પ્રતિક્રિયા રાખી છે.

તેમણે કહ્યું કે, જો વૃજભૂષણ શરણ સિંહને જેલ પણ થઈ જાય છે તો તેમને જામીન મળી જશે. સુપ્રીમ કોર્ટના વકીલ ડી.કે. ગર્ગે આ બધા કાયદાની કલમોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કલમો પોતાની જાતમાં એવી કલમો છે જેમાં જામીન મળી શકે છે, કેમ કે આ કલમો સાથે જો તે દોષી પણ સાબિત થાય છે તો વધારે સજા થતી નથી. તેમણે આગળ કહ્યું કે, તેમનું એવું માનવું છે કે આ કલમો હેઠળ પણ વૃજભૂષણ સિંહની ધરપકડ કરવી જોઈએ, જેથી યોગ્ય તથ્ય સામે આવી શકે છે.

હવે જરા એ પણ સમજી લઈએ કે વૃજભૂષણ પર લાગેલી કલમો કયા ગુના હેઠળ આવે છે કલમ 354 કોઈ મહિલાનો શીલ ભંગ કરવાના ઇરાદાથી તેના પર હુમલો કરવાથી સંબંધિત છે. આ ગુના માટે 1-5 વર્ષ સુધી સજા અને આર્થિક દંડનું પ્રાવધાન છે. વૃજભૂષણ શરણ સિંહ પર 354 (A)ની કલમ પણ લાગી છે. 354(A) યૌન ઉત્પીડન સાથે સંબંધિત કલમ છે અને એ હેઠળ કોઈ મહિલાને ખોટી રીતે સ્પર્શ કરવા કે તેને બળજબરીપૂર્વક અશ્લીલ સામગ્રી દેખાડવા જેવા ગુના આવે છે. તેના માટે 1-3 વર્ષ સુધી માટે કારાવાસની સજાનું પ્રવધાન છે.

આ પ્રકારે વૃજભૂષણ પર લગાવવામાં આવેલી કલમ 354(D) પીછો કરવા સંબંધિત છે. એ હેઠળ 3 વર્ષ સુધીની જેલ અને દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એ સિવાય કલમ 506(I) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જે ધમકાવવા સંબંધિત છે. એ હેઠળ દોષી સાબિત થવા પર લાંબા કારાવાસની સજાનું પ્રાવધાન નથી. કહેવામાં આવી રહ્યું છે કે, પોતાની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે વૃજભૂષણ શરણ સિંહ સિવાય ભારતીય કુશ્તી સંઘના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરનું નામ પણ લીધું છે.

હવે દિલ્હીની કોર્ટ 22 જૂનના રોજ ચાર્જશીટ પર સુનાવણી કરશે. વૃજભૂષણ શરણ સિંહ માટે એક રાહત ભરેલા સમાચાર એવા આવ્યા કે, દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં તેમના પર નોંધાયેલા POCSO એક્ટ હેઠળ એક કેસને નકારવાની અરજી લગાવી છે. ઉલ્લેખનીય છે કે 7 મહિલા પહેલવાનોમાંથી જે એક સગીર મહિલા પહેલવાને વૃજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે વૃજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતો.

પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, વૃજભૂષણ પર POCSO એક્ટ હેઠળ નોંધાવવાના કેસમાં કોઇ પુરાવા મળ્યા નથી. સગીર મહિલા પહેલવાન અને તેના પિતાના નિવેદનના આધાર પર POCSOનો કેસ રદ્દ કરવાની મહોર લગાવી છે. આ કોર્ટમાં પોલીસમાં પોલીસે 552 પાનાંનો કેન્સલેશન રિપોર્ટ આપ્યો છે. કોર્ટ તેના પર 4 જુલાઇના રોજ સુનાવણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp