કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડી દે અમે MP-રાજસ્થાનમાં ચૂંટણી નહીં લડીશું: AAPની ઓફર

PC: indiatvnews.com

આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસનો લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, તેમને એ પણ ખબર નથી કે જનતા શું ઈચ્છે છે. દેશની સૌથી જૂની પાર્ટી હવે દેશની સૌથી નવી પાર્ટી પાસેથી વિચારો અને મેનિફેસ્ટોની ચોરી કરવા લાગી છે.

આમ આદમી પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્રાજે કોંગ્રેસને એક મોટી ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ પંજાબ અને દિલ્હીમાં ચૂંટણી નહીં લડે તો આમ આદમી પાર્ટી પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી નહીં લડે. જ્યારે સૌરભ ભારદ્રાજને સવાલ પુછવામાં આવ્યો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં AAP ચૂંટણી લડશે તો ત્યાં કોંગ્રેસને નુકશાન પહોંચાડશે. જો બંને પાર્ટીઓ એકબીજાના વોટ કાપશે, તો પછી એક સાથે આવવાનો શું મતલબ છે?

જેના જવાબમાં  AAPના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, વર્ષ 2015 અને વર્ષ 2020માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઝીરો સીટ મેળવી હતી, આમ છતા કોંગ્રેસ અહીંથી ચૂંટણી લડે છે.ભારદ્વાજે કહ્યું કે જો કોંગ્રેસ એવું કહી દે કે  અમે પંજાબ અને દિલ્હીમાં ચૂંટણી નહીં લડીશું, તો અમે આમ આદમી પાર્ટી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી નહીં લડીએ.

મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં માત્ર લીડરશીપનો જ અભાવ નથી, પરંતુ વિચારોનો પણ અભાવ છે. કોંગ્રેસનો લોકો  સાથેનો સંપર્ક ખતમ થઇ ગયો છે, એમને એ પણ ખબર નથી કે પ્રજાને શું ઇચ્છે છે. દેશની સૌથી જૂની પાર્ટી  હવે દેશની સૌથી નવી પાર્ટીના મેનિફેસ્ટો પણ ચોરી કરી લે છે. મંત્રીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એટલે જ કહ્યું હતું કે બધા ચૂંટણી ઢંઢેરા ખોટા હોય છે એટલે અમે ‘ગેરંટી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો કોંગ્રેસે આ ‘ગેરંટી’ શબ્દો પણ ચોરી લીધો હતો.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારે આમ આદમી પાર્ટી પહેલીવાર એ વાત લઇને આવી કે અમે દિલ્હીમાં 200 યૂનિટ વીજળી મફત આપીશું અને 400 યૂનિટ વીજળી અડધી કિંમતે આપીશું. તે વખતે કોંગ્રેસે દિલ્હીમાં અમારો સૌથી વધારે વિરોધ કર્યો હતો અને અમારી મજાક ઉડાવી હતી. તો મારે એ પુછવું છ કે, પહેલા મજાક ઉડાવી તો હવે અમારો આઇડિયા કોપી કેમ કરો છો?  હિમાચલમાં પણ મહિલાઓને માસિક ભથ્થા અને મફત વીજળીનનો અરવિંદ કેજરીવાલનો આઇડિયા કોંગ્રેસે કોપી કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp