વર ન બન્યો તો બની ગયો ખૂની! લગ્નના 1 દિવસ પહેલા કન્યાના પિતાની હત્યા કરી

કેરળમાં એક એવી ઘટના બની કે લગ્નની ખુશી ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. કેરળના કલ્લમબાલમમાં લગ્નની પૂર્વસંધ્યાએ કન્યાના પિતાની તેના પાડોશી દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પોલીસે બુધવારે આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, રાજુ (61)ની કથિત રીતે 27 જૂને પાડોશી જિષ્ણુએ હત્યા કરી નાખી હતી. આરોપીનો પરિવાર બે વર્ષ પહેલા પીડિતની દીકરી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો હતો, જેને પીડિતે નકારી કાઢ્યો હતો.

પીડિતના સગામાં તેના ભાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, લગ્નની પૂર્વસંધ્યા પર તમામ ધાર્મિક વિધિઓ પૂરી થયા પછી, આરોપીએ તેના ભાઈ જીજીન અને તેના બે મિત્રો શ્યામ અને મનુ સાથે મળીને કન્યાના પરિવાર પર હુમલો કર્યો હતો. શિવગીરીમાં સવારે 11.10 વાગ્યે લગ્ન થવાના હતા. તેણે કહ્યું, 'હુમલાખોરોએ પહેલા દુલ્હન પર હુમલો કર્યો. જ્યારે તેની માતા તેને બચાવવા આવી ત્યારે હુમલાખોરોએ તેને પણ ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન જ્યારે મારા ભાઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ તેને માથા પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.'

મૃતકના ભાઈએ જણાવ્યું કે, પીડિતને હોસ્પિટલ લઈ જતી વખતે હુમલાખોરો એક વાહનમાં તેમના વાહનની પાછળ પાછળ ગયા હતા. ડોક્ટરોએ રાજુને મૃત જાહેર કર્યા ત્યાર પછી હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. તેણે કહ્યું, 'ત્યાર પછી તેમને તે વિસ્તારના લોકોએ પકડી લીધો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ મૃતકને બચાવવા આવેલા એક સંબંધી પર પણ હુમલો કર્યો હતો. તેના માથામાં પણ છ-સાત ટાંકા આવ્યા છે.'

મૃતકના સંબંધમાં તેના ભાઈએ કહ્યું કે, જિષ્ણુના લગ્નનો પ્રસ્તાવ તેની ગુનાહિત પૃષ્ઠભૂમિને કારણે નકારી કાઢવામાં આવ્યો હતો. તે ડ્રગ્સ અને દારૂનો વ્યસની હતો. અન્ય એક સંબંધીએ જણાવ્યું કે, કન્યાએ M.Sc. ડિગ્રી સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે આરોપી સ્નાતક પણ નહોતો. જયારે લગ્નનો પ્રસ્તાવ નકારવામાં આવ્યો ત્યાર પછી આરોપીઓએ મૃતકના પરિવારજનોને ડરાવ્યા અને ધમકાવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ આરોપીઓની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. હુમલાખોરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે વધુ માહિતી તપાસ કર્યા પછી જ મળી શકશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.