રાહુલ ગાંધીનો પ્રભાવ આમ જ રહેશે તો 2024માં ફેરફાર આવી શકેઃ સંજય રાઉત

PC: newindianexpress.com

શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો છે કે, ગયા વર્ષે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નેતૃત્વ પ્રભાવશાળી રહ્યું છે અને જો વર્ષ 2023માં પણ આ ક્રમ જારી રહેશે તો ચૂંટણીમાં દેશમાં રાજકીય ફેરફાર જોવા મળી શકે છે. શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાના સાપ્તાહિક આલેખ રોકટોકમાં રાઉતે એ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે નફરત અને વિભાજનના બીજ ન વાવવા જોઇએ.

રાજ્ય સભાના સભ્ય રાઉતે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો હલ થઇ ગયો છે, તેથી આ મુદ્દે હવે કોઇ વોટ ન માગી શકાશે. તેમણે કહ્યું કે, તેથી લવ જેહાદનો એક નવો મુદ્દો શોધવામાં આવી રહ્યો છે. શું લવ જેહાદનું આ હથિયાર ચૂંટણી જીતનારા માટે અને  હિંદુઓ વચ્ચે ભય ફેલાવવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હાલ ટેલિવીઝન કલાકાર તુનિષા શર્માની કથિત રૂપે આત્મહત્યા અને બહુચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યાકાંડનો ઉલ્લેખ કરતા રાઉતે કહ્યું કે, આ લવ જેહાદના મુદ્દા ન હતા. જોકે, તેમણે કહ્યું કે, કોઇ પણ જાતિ કે ધર્મની મહિલા પ્રતાડિત ન થવી જોઇએ. રાઉતે આશા વ્યક્ત કરી કે, વર્ષ 2023માં દેશ ભયમુક્ત હશે.

તેમણે કહ્યું કે, જે ચાલી રહ્યું છે તે સત્તાનું રાજકારણ છે. આશા રાખુ છું કે, રાહુલ ગાંધીની યાત્રા સફળ થાય અને તેઓ પોતાનો ઉદ્દેશ્ય હાંસલ કરે. રાઉતે દાવો કર્યો છે કે, 2022માં રાહુલ ગાંધીના નેતૃત્વને નવી ચમક અને પ્રભાવ પ્રદાન થયો છે. જો 2023માં આ ક્રમ જારી રહેશે તો 2024ની સામાન્ય ચૂંટણીમાં ફેરફાર આવી શકશે.

પોતાના આલેખમાં રાઉતે લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, આપણે સંકીર્ણ વર્તનથી બચવું જોઇએ પણ તથ્ય એ છે કે, આ દિશા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આગળ વધી છે. રાઉતે કહ્યું કે, આજના શાસક વિપક્ષી દળોના અસ્તિત્વ અને તેમના અધિકારોને સ્વીકાર નથી કરવા માગતા. રાજ્ય સભાના સભ્યએ દાવો કર્યો છે કે, હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ખટાશ પેદા કરવાથી એક નવા વિભાજનની શરૂઆત થઇ શકે છે. રાઉતે કહ્યું કે, શિવસેનાને રાહુલ ગાંધી પર વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp