કોઈનામાં દમ છે તો બીજા ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડો,ધીરેન્દ્ર શાસ્ત્રીની ચેલેન્જ

PC: news18.com

થોડા દિવસો પહેલા બાગેશ્વર ધામ સરકારનાપંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં છે. નાગપુરની એક સમિતિની સાથે થયેલા વિવાદ પછી હવે બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશના ફિલ્મ નિર્માતાઓને ચેલેન્જ આપી દીધી છે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે જો ફિલ્મ બનાવનારાઓના બાપમાં દમ હોય તો બીજા ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડે. તેમનું ભારતમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજકલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કથા વચન કરી રહ્યા છે.

અહીં મીડિયા સાથે વાત કરતા બાગેશ્વર મહારાજે ફિલ્મોના બોયકોટના એક સવાલ પર કહ્યું હતું કે, જે લોકો આવી ફિલ્મો બનાવે છે તેમના માટે બોયકોટ જ સૌથી સારો વિકલ્પ છે. બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આગળ કહ્યું કે આ બધી સમજી વિચારીને કરવામાં આવેલું કાવતરું છે. આ લોકોને મોંની ખાવી પડશે.બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું છે કે સનાતની વ્યક્તિઓની વિચારધારા ક્યારેય હિંસાત્મક નથી રહી. દરેક વખતે હિંદુ દેવી દેવતાઓનું અપમાન એટલા માટે કરવામાં આવે છે કે આપણે હિંદુ લોકો ઘણા ભોળા છીએ. આપણે સનાતની લોકો અહિંસા પર વિશ્વાસ રાખનારા લોકો છીએ.

તેમણે ફિલ્મ નિર્માતાઓને ખુલ્લી ચેલેન્જઆપતા કહ્યું છે કે, હું ફિલ્મ બનાવનારાઓને કહેવા ઈચ્છું છું કે તેમના બાપમાં દમ છે તો બીજા કોઈ ધર્મ પર ફિલ્મ બનાવીને દેખાડે. ભારતમાં રહેવું મુશ્કેલ બની જશે.

અંધ શ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક અને નાગપુરની જાદુ-ટોણા વિરોધી નિયમ જનજાગૃતિ પ્રચાર-પ્રસાર સમિતિના સહ અધ્યક્ષ શ્યામ માનવે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને ડરનો દરબાર કહ્યો છે. શ્યામ માનવે પોલીસને કરેલી ફરિયાદ અને મીડિયાને કહ્યું છે કે નાગપુરમાં પંડિત ધીરેન્દ્રની કથા 5 થી 13 જાન્યુઆરીના થવાની હતી. આમંત્રણ પત્ર અને પોસ્ટરમાં પણ 13 જાન્યુઆરી સુધી કથાની વાત હતી. કથા પૂરી થવાના બે દિવસ પહેલા જ તે નાગપુરથી જતા રહ્યા હતા.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સંબંધ બાગેશ્વર ધામ સાથે છે. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલો છે. અહીંના ગઢા ગામના બાગેશ્વર ધામમાં દર મંગળવાર અને શનિવારે તેમના ભક્તોનો વિશાળ મેળો ભરાય છે. મોડી રાતે થનારા આ મેળામાં હજારો લોકો આવે છે. તેમાં મોટેભાગે પ્રેત બાધાથી મુક્તિની કામના લઈને લોકો આવે છે અને પૂજા શ્રદ્ધાના ભાવ સાથે તેમની આગળ લાલ કપડાંમાં નારિયેળ ચઢાવે છે. આ કારણ છે કે બાગેશ્વર ધામમાં દર મંગળવારે અને શનિવારે નારિયેળનું મોટું ઝાડ બની જાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp