જો સ્વરા હજારો પુરુષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો...મહંતનું વિવાદાસ્પદ નિવેદન
જો સ્વરા હજારો પુરુષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો...અયોધ્યાના મહંત રાજુ દાસે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથેના લગ્નને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો સ્વરા ભાસ્કર હજારો પુરૂષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો તેને આ લગ્નના અભિનંદન.
તેમણે અભિનેત્રીને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, તેણે એવા સમુદાયમાં લગ્ન કર્યા છે, જ્યાં મહિલાઓને અન્ય પુરુષો સાથે રાત વિતાવવી પડે છે. અયોધ્યાના હનુમાનગઢી મંદિરના મહંત રાજુ દાસે કહ્યું, 'સ્વરા ભાસ્કર સંપૂર્ણ રીતે ભારત તેરે ટુકડે હોંગેની વાત કરે છે. દસ દિવસ પહેલા ફહાદને તેનો ભાઈ કહીને, તેણે છોકરીને જોઈને જલ્દી લગ્ન કરી લેવાનું કહ્યું અને પછી તેની સાથે જાતે જ લગ્ન કરી લીધા.'
તેમણે વધુમાં ઉમેર્યું, 'સ્વરા ભાસ્કરને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હું તેને અલ્ટીમેટમ આપવા માંગુ છું કે, તેણે એવા સમુદાયમાં લગ્ન કર્યા છે, જ્યાં પોતાની બહેનની સાથે પણ લગ્ન કરી લે છે. ત્યાર પછી મહિલાઓને તલાક, તલાક, તલાક કહીને ઘણા પુરુષો સાથે રાત વિતાવવી પડે છે. જો સ્વરા હજારો પુરૂષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો તેને લગ્નના અભિનંદન, પણ જો તે ખરેખર સ્ત્રી શક્તિ હોય તો તેણે લગ્ન જ ન કરવા જોઈએ. પરંતુ હવે જ્યારે તેમણે લગ્ન કરી જ લીધા છે તો તેમનું સ્વાગત છે, કારણ કે સનાતનમાંથી એક બોજ ઓછો થઇ ગયો.'
જ્યારે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા સાધ્વી પ્રાચીએ સ્વરા ભાસ્કરના સમાજવાદી પાર્ટીના ફહાદ અહેમદ સાથેના લગ્નની ટીકા કરતા કહ્યું કે, તેણે એકવાર ફ્રીજ જોવું જોઈતું હતું. સાધ્વી પ્રાચીએ સૂત્રો સાથેની વાતચીતમાં કહ્યું, 'સ્વરા ભાસ્કર હંમેશા હિંદુ ધર્મની વિરુદ્ધ રહી છે. મને ખાતરી હતી કે તે એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે જે આ ધર્મનો નહિ હોય. તેણે મુસ્લિમ સાથે લગ્ન કર્યા.' પ્રાચીએ કહ્યું, 'કદાચ સ્વરા ભાસ્કરે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરવાના સમાચાર પર ધ્યાન આપ્યું ન હોય. તેણે આટલો મોટો નિર્ણય લેતા પહેલા એક વાર ફ્રિજ જોઈ લેવું જોઈતું હતું. શ્રદ્ધા સાથે જે થયું તે જ સ્વરા સાથે પણ થવાની શક્યતા છે.'
16 ફેબ્રુઆરીના રોજ, સ્વરા ભાસ્કરે ફોટા અને વીડિયો ક્લિપ્સ સાથે સોશિયલ મીડિયા પર SP નેતા ફહાદ ઝિરાર અહેમદ સાથે તેના લગ્નની જાહેરાત કરી. બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફહાદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. હવે બંને સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કરશે. બંને આવતા મહિને લગ્ન કરી શકે છે. કોર્ટ મેરેજ બાદ સ્વરાએ વીડિયો શેર કર્યો અને તેની પોસ્ટમાં લખ્યું કે, કેટલીક વસ્તુઓ હંમેશા આસપાસ હોય છે અને તમે તેને દૂર દૂર શોધતા રહો છો. અમે પ્રેમ શોધી રહ્યા હતા, પ્રથમ મિત્રતા મળી. પછી અમે એકબીજાને મળી ગયા. ફહાદ ઝિરાર અહેમદ, મારા હૃદયમાં સ્વાગત છે. તે અસ્ત વ્યસ્ત છે, પરંતુ તે તમારું છે.' સ્વરાએ વીડિયોમાં તેની અને ફહાદ સાથે વિતાવેલી કેટલીક ખાસ પળો શેર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp