લાંચ ન આપી તો હોસ્પિટલની કર્મચારીઓએ ગર્ભવતીને પાછી કાઢી, શિશુનું જન્મ પછી મોત

PC: aajtak.in

UPના આરોગ્ય મંત્રી DyCM બ્રિજેશ પાઠકનો ઘરેલુ જિલ્લો હોવા છતાં હરદોઈમાં આરોગ્ય વિભાગમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક સગર્ભા મહિલાની ભરતી કરવાના બદલામાં તેના પતિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી અને લાંચ ન આપવા બદલ તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી હતી, ત્યારપછી બીજા દિવસે પૈસાની વ્યવસ્થા કરી યુવક સગર્ભાને લઈને સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યો હતો. જ્યાં હોસ્પિટલના કર્મચારીઓને ઘણી સમજાવટ બાદ પત્નીને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

સમયસર સારવાર ન મળવાને કારણે તેના પુત્રનું મોત થયું હોવાનો આરોપ છે. પીડિત યુવકે CMO, DM, SPને આવેદન આપીને નર્સો અને આશા બહુ વિરુદ્ધ કાર્યવાહીની કરવાની માંગ કરી છે. આ મામલે CMOએ તપાસ સમિતિની રચના કરી છે અને સમગ્ર પ્રકરણનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. CMOની વાત માનીએ તો તપાસ રિપોર્ટ આવ્યા પછી આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો હરદોઈ જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામનો છે.

હકીકતમાં, થાણા બિલગ્રામના દુર્ગાગંજ ગામના મજરા સરૌના નિવાસી રિશેન્દ્ર કુમારની પત્ની ગર્ભવતી હતી. રિશેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ, 18 મેના રોજ, જ્યારે તેની પત્ની મનીષાને પ્રસૂતિ પીડા થતી હતી, ત્યારે તે તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, બિલગ્રામ લઈ ગયો, જ્યાં ફરજ પરની ત્રણ નર્સોએ તેની પત્નીને દાખલ કરવા માટે 2,500 રૂપિયાની લાંચ માંગી. જ્યારે તેણે કહ્યું કે, તેની પાસે પૈસા નથી, તો ત્યાંથી તેને ભગાડી મુકવામાં આવ્યો, ત્યારબાદ તે તેના ગામ પાછો ગયો. ગામલોકો પાસેથી 1500 રૂપિયા ઉછીના લઈને બીજા દિવસે તે તેની પત્નીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો હતો, જ્યાં હાજર સ્ટાફને ઘણી સમજાવટ પછી 1500 રૂપિયા લઈને તેની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

તેણે એવો આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની સાથે ગાળો આપીને ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ડિલિવરી બાદ તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હતો, જેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. રિશેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે, ફરજ પરની નર્સો અને આશા બહુએ તેમની પાસેથી લાંચની માંગણી કરી હતી. જો તેમની પત્નીને યોગ્ય સમયે દાખલ કરવામાં આવી હોત તો તેમના પુત્રનો જીવ બચી શક્યો હોત, આ સ્થિતિમાં તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

રિશેન્દ્ર કુમારે લાંચની વાતચીત દરમિયાન વીડિયો બનાવીને સમગ્ર પ્રકરણની ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટ, SP અને CMOને કરી છે. આ મામલામાં CMO ડો.રાજેશ તિવારીએ જણાવ્યું કે, આ મામલો ધ્યાન પર આવ્યો છે જેમાં લાંચનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp