બંધારણમાં લોકશાહીના હત્યારાઓ માટે સજાની જોગવાઈ હોત તો આખી BJPને ફાંસી થાતઃ CM
પંજાબના CM ભગવંત માને શનિવારે દિલ્હીમાં અમલદારોની બદલી અંગે કેન્દ્રના વટહુકમના મુદ્દે BJP પર નિશાન સાધ્યું હતું. CM ભગવંત માને કહ્યું કે, જો ભારતીય બંધારણમાં લોકશાહીના હત્યારાઓ માટે સજાની જોગવાઈ હોત તો સમગ્ર BJPને ફાંસી થઈ શકી હોત. CM ભગવંત માનની આ ટિપ્પણી કેન્દ્ર સરકારે દિલ્હીમાં નોકરિયાતોના ટ્રાન્સફર-પોસ્ટિંગ અંગે વટહુકમ બહાર પાડ્યાના એક દિવસ પછી સામે આવી છે.
પંજાબના CM ભગવંત માને તેમના ટ્વિટર હેન્ડલ પરથી હિન્દીમાં ટ્વીટ કર્યું, 'જો ભારતીય બંધારણમાં લોકશાહીના હત્યારાઓ માટે સજાની જોગવાઈ હોત તો સમગ્ર BJPને ફાંસી પર લટકાવી દેવામાં આવી હોત...'
પંજાબીમાં અન્ય એક ટ્વિટમાં, તેમણે કટાક્ષ કરતાં કહ્યું, 'દેશને 30-31 રાજ્યપાલો અને PM દ્વારા ચલાવવામાં આવે. ચૂંટણી પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરીને શું ફાયદો?'
CM ભગવંત માને કહ્યું કે, ભગવા પાર્ટીએ અલોકતાંત્રિક રીતે વિપક્ષના અવાજને દબાવીને લોકશાહીની મૂળ ભાવનાની હત્યા કરી છે. તેમણે કહ્યું કે, આ નેતાઓએ દેશમાં લોકશાહીના મૂલ્યોને પુરી ન શકાય તેવું નુકસાન પહોંચાડ્યું છે, જે સમગ્ર દેશ અને આ દેશની જનતા માટે ખૂબ જ ખતરનાક છે.' તેમણે કહ્યું કે, 'જો ભારતના બંધારણે આ અક્ષમ્ય અપરાધ માટે કોઈ સજા નક્કી કરી હોત તો સમગ્ર BJP નેતૃત્વને ફાંસી આપવામાં આવી હોત.'
CM માને કહ્યું કે, 'લોકતાંત્રિક મૂલ્યો પર પ્રહાર કરીને BJPના નેતાઓએ ભારતીય બંધારણના પિતા બાબાસાહેબ ડૉ.B.R. આંબેડકરનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, આનાથી દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને બંધારણમાં ઊંડો વિશ્વાસ ધરાવતા દરેક દેશવાસીની આત્માને ઠેસ પહોંચી છે.' CM માને કહ્યું કે, 'દેશની જનતા BJPને આ નાપાક કૃત્ય માટે ક્યારેય માફ નહીં કરે અને તેનો જડબાતોડ જવાબ આપશે.'
આ પહેલા, આમ આદમી પાર્ટી (AAP) પંજાબના મુખ્ય પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે પણ વટહુકમના પગલાને સુપ્રીમ કોર્ટના આદેશની 'તીવ્ર અવજ્ઞા' ગણાવીને કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વીટ કર્યું. તેમણે પ્રશ્ન કર્યો કે, 'શું વટહુકમ દિલ્હી સરકારને તેની શક્તિઓ છીનવી લેવા વિશે ઓછો અને ન્યાયતંત્રના કદને ઘટાડવા વિશે વધુ છે.?'
अगर भारतीय संविधान में लोकतंत्र के क़ातिलों को सजा का प्रावधान होता तो पूरी भाजपा को फाँसी की सज़ा हो सकती थी…
— Bhagwant Mann (@BhagwantMann) May 20, 2023
પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું, 'વટહુકમ કેન્દ્ર સરકારની સત્તાની ભૂખી માનસિકતાને છતી કરે છે.' તેમણે કહ્યું કે, 'તેમને માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ન્યાય માટે બહુ ઓછું માન છે. દિલ્હીનો વિકાસ અટકશે નહીં. CM અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પોતાનું સારું કામ કરવાનું ચાલુ રાખશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp