લોન ભરાઇ ગઇ હોય અને દસ્તાવેજો પાછા ન મળે તો, ગ્રાહકોને રોજ આટલા રૂપિયા મળશે

જો તમે લોનનું પુરુ પેમેન્ટ કે રી-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે અને તમે જમા કરાવેલા દસ્તાવેજો તમને પરત મળતા નથી તો તમને રોજના 5,000 રૂપિયા વળતર પેટે મળશે. આ દસ્તાવેજોમાં ચલ અને અચલ સંપત્તિના બધા મૂળના દસ્તાવેજો સામેલ છે. આ વળતર તમને એ સંસ્થા આપશે જેની પાસેથી તમે લોન લીધી હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ વિશે 13 સપ્ટેમ્બરે સંબંધિત સૂચના જારી કરી દીધી છે. આ સૂચના રેગ્યુલેટેડ ઇન્ટીટીઝ (RE) જેમાં બધી બેંકો, નોન બેકિંગ ફાયનાન્સ કંપની, બધી કો.ઓઓપરેટીવ બેંકોને આપવામાં આવી છે.

લોન સંપૂણપણે પુરી થઇ ગયા પછી 30 દિવસની અંદર લોન લેનારને દસ્તાવેજો પરત કરવા હવે ફરજિયાત બની ગયું છે. 1 ડિસેમ્બર 2023થી આ નિયમ લાગૂ પડશે. દેશની સેન્ટ્રલ બેંકે ગ્રાહકોની સુરક્ષા અને માનસિક પરેશાનની ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.

RBI એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ, 2003 થી વિવિધ નિયમનકારી સંસ્થાઓ (REs) ને જારી કરાયેલ વાજબી પ્રેક્ટિસ કોડ પરની માર્ગદર્શિકા મુજબ, REs એ સંપૂર્ણ ચુકવણી પ્રાપ્ત કરવી અને લોન એકાઉન્ટ્સ જાળવવા જરૂરી છે. બંધ કરતી વખતે તમામ જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો મૂકત કરવા ફરજિયાત છે. જો કે, એવું જોવામાં આવ્યું છે કે REs આવા જંગમ અને સ્થાવર મિલકતના દસ્તાવેજો બહાર પાડવા માટે વિવિધ પ્રથાઓનું પાલન કરે છે, જેનાથી ગ્રાહકની ફરિયાદો અને વિવાદો થાય છે.

Cnbctv18 18ના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, અસરકારક તારીખે અથવા તે પછી જારી કરાયેલા લોન મંજૂરી પત્રોમાં મૂળ મિલકત દસ્તાવેજો પરત કરવાની સમયમર્યાદા અને સ્થળનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. ઉપરાંત એકમાત્ર ઉધાર લેનાર અથવા સંયુક્ત ઋણ લેનારાઓના મૃત્યુની કમનસીબ ઘટનાના કિસ્સામાં, RE એ કાનૂની વારસદારોને મૂળ મિલકતના દસ્તાવેજો પરત કરવા માટે એક સુનિયોજિત પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આ પ્રક્રિયાને અન્ય ગ્રાહક-સંબંધિત નીતિઓ અને પ્રક્રિયાઓ સાથે REs ની વેબસાઇટ્સ પર સુલભ બનાવવી જોઈએ.

RBIના નવા નિયમ મુજબ જો તમારી લોન પુરી થયાના 30 દિવસની અંદર તમને તમામ દસ્તાવેજો પાછા ન મળે તો એ પછી લોન આપનારી સંસ્થાએ ગ્રાહકોને રોજના 5,000 રૂપિયા વળતર આપવું પડશે. આ નિયમ 1 ડિસેમ્બર 2023થી લાગૂ પડવાનો છે.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.