પાન કાર્ડ અપડેટ ન કર્યું તો બંધ થઇ જશે SBI અકાઉન્ટ! જાણો વાયરલ મેસેજની હકીકત

PC: currentaffairs.adda247.com

જો તમારું અકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક SBI માં છે, તો આ સમાચાર તમારા કામના છે. SBI અકાઉન્ટને લઈને સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપી વાયરલ થઇ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, જો ગ્રાહક પાન નંબર અપડેટ નહીં કરશે તો SBI અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. સરકારે પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટથી આ મેસેજની સત્યતા જણાવી છે.

શું કહેવામાં આવ્યું છે વાયરલ મેસેજમાં?

વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘જો SBI ગ્રાહકે પોતાનું પાન કાર્ડ અપડેટ નથી કરાવ્યું, તો તેનું SBI Yono અકાઉન્ટ આજે જ બંધ કરી દેવામાં આવશે.’ આ પછી આ મેસેજ ગ્રાહકોને નીચે આપેલી ફેક લીંક પર ક્લિક કરીને પાન કાર્ડ અપડેટ કરવાનું કહે છે.

PIB એ મેસેજને ગણાવ્યો ફેક

ભારત સરકારની પ્રેસ એજન્સી ઇન્ફોરમેશન બ્યૂરો એટલે કે PIB એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. PIB એ પોતાના ફેક્ટ ચેકમાં આ દાવાઓને ફેક કહ્યું છે. PIB એ પોતાના ફેક્ટ ચેક અકાઉન્ટથી ટ્વીટ કરીને કહ્યું છે કે, ‘ભારતીય સ્ટેટ બેંકના નામ પર મોકલવામાં આવી રહેલો મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. SBI મેસેજના માધ્યમથી કોઈને પણ પોતાની પર્સનલ માહિતી અપડેટ કરવા માટે નથી કહેતી. જો તમને આવી રીતનો કોઈ મેસેજ મોકલાવે છે, તો તમે આની ફરિયાદ ઈમેલ આઈડી [email protected] પર નોંધાવી શકો છો. આ ઉપરાંત તમે 1930 નંબર પર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો.’

સરકાર સાથે જોડાયેલા ભ્રામક સમાચારોની અહીં કરો ફરિયાદ

તમે પણ સરકાર સાથે જોડાયેલા કોઈ ભ્રામક સમાચારો વિશે જાણવા માટે PIB ફેક્ટ ચેકની મદદ લઇ શકો છો. કોઈ પણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકના ભ્રામક સમાચારોનો સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા URL વ્હોટસ એપ નંબર 918799711259 પર મોકલાવી શકે છે અથવા પછી [email protected] ને મેલ કરી શકે છે.

ભૂલથી પણ પોતાની પર્સનલ ડિટેલ્સ શેર ન કરો

સમય-સમય પર SBI અને RBI તમામ ગ્રાહકોને આ સૂચના આપે છે કે, તે પોતાની પર્સનલ માહિતી કોઈની સાથે પણ શેર ન કરે. પોતાના નેટ બેકિંગ પાસવર્ડ, ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડ નંબર, CVV નંબર, પીન વગેરેની માહિતી કોઈની સાથે પણ શેર ન કરે. કોઈ પણ રીતની છેતરપિંડીનો શિકાર બનતા તેની માહિતી તરત જ પોતાના બેંક અને સાઈબર સેલ ઉપર મેલ અથવા નંબરના માધ્યમથી જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp