પ્રેમીઓનો ધર્મ અલગ હોય તો લવ જેહાદ કહેવું યોગ્ય નથી, હાઈકોર્ટે આવું કેમ કહ્યું

જો કોઈ છોકરી અને છોકરો અલગ-અલગ ધર્મના હોય અને પ્રેમમાં હોય તો તેને લવ શિપ કહેવું યોગ્ય નથી. આવી દરેક બાબતને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવી ખોટું છે. બોમ્બે હાઈકોર્ટે લવ જેહાદનો આરોપ લગાવતા કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. વિભા કંકણવાડી અને અભય વાગવશેની ડિવિઝન બેન્ચે મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતાં આ અવલોકન કર્યું હતું. હકીકતમાં, મહિલાએ તેના હિન્દુ બોયફ્રેન્ડ પર આરોપ લગાવ્યો હતો કે, તેની મુસ્લિમ ગર્લફ્રેન્ડ અને તેના પરિવારે તેના પર મુસ્લિમ બનવા માટે દબાણ કર્યું હતું.

આ કેસમાં ઔરંગાબાદની વિશેષ કોર્ટે મહિલા અને તેના પરિવારના સભ્યોને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ નિર્ણયને પલટાવવાનો આદેશ આપતાં હાઈકોર્ટે કહ્યું, 'એવું લાગે છે કે આ મામલાને હવે લવ જેહાદનો રંગ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે બંને પ્રેમમાં પડ્યા અને રિલેશનશિપમાં આવ્યા ત્યારે એવું નહોતું. પછી બંને વચ્ચે સ્વાભાવિક રીતે પ્રેમ વિકસ્યો. જો છોકરા અને છોકરીનો ધર્મ અલગ હોય તો તેને કોમ્યુનલ એન્ગલ આપવો યોગ્ય નથી. તે બંને વચ્ચેના શુદ્ધ પ્રેમનો કેસ પણ હોઈ શકે છે.

યુવતીના હિન્દુ પ્રેમીએ આરોપ લગાવ્યો હતો કે, યુવતીનો પરિવાર તેના પર ઇસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેની બળજબરીથી સુન્નત પણ કરાવવામાં આવી હતી. આ મામલાને લવ જેહાદ ગણાવતા તેણે કહ્યું હતું કે, ગર્લફ્રેન્ડના પરિવાર માટે કેટલાંક પૈસાની વ્યવસ્થા કરવા માટે પણ મારા પર આ દબાણ લાવવામાં આવ્યું હતું. વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મારી જાતિનું નામ લઈને તેને અવારનવાર અપમાનિત કરવામાં આવતો હતો. આ અંગે સુનાવણી કરતાં હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, FIRમાં પુરુષે પોતે સ્વીકાર્યું છે કે, તેને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો.

કેસ મુજબ યુવક અને યુવતી વચ્ચે માર્ચ 2018થી સંબંધ હતા. આ પુરુષ દલિત સમુદાયનો છે, પરંતુ તેણે આ વાત મહિલા સમક્ષ જાહેર કરી ન હતી. પરંતુ પાછળથી મહિલાએ તેને ઇસ્લામ કબૂલ કરવા અને લગ્ન કરવાનું કહેવાનું શરૂ કર્યું. તેના પર યુવકે જણાવ્યું કે, તે દલિત સમુદાયનો છે. આમ છતાં મહિલાના સંબંધીઓએ પુત્રીને તેનો સ્વીકાર કરવા માટે સમજાવી હતી. કોર્ટે કહ્યું કે, આખો મામલો દર્શાવે છે કે, બંને વચ્ચે સારા સંબંધો હતા અને છોકરીના પરિવારે પુરુષની જાતિ અને ધર્મને આડે આવવા ન દીધો. એટલા માટે હવે આ બાબતને ધાર્મિક એંગલ આપવો ખોટું હશે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.