26th January selfie contest

કાશ્મીરમાં હાલત સારી છે તો લાલ ચોક પર અમિત શાહ ચાલતા કેમ નથી આવતાઃ રાહુલ ગાંધી

PC: newindianexpress.com

કોંગ્રેસની ભારત જોડો યાત્રા રવિવારે પોતાના અંતમ પડાવ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પર પહોંચી છે. ત્યાં યાત્રા સંયોજક રાહુલ ગાંધીએ ત્રિરંગો લહેરાવ્યો છે, ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એક ફરી વાર ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહને સીધો પડકાર આપ્યો છે અને કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કીલિંગ, બ્લાસ્ટ થઇ રહ્યા છે. જો સુરક્ષા વ્યવસ્થા એટલી સારી છે તો ભાજપ, લાલ ચોકથી જમ્મુ સુધી યાત્રા કેમ નથી કરતું. ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુથી કાશ્મીર સુધીની યાત્રા કેમ નથી કરતા. મને નથી લાગતું કે, અહીં સુરક્ષા વ્યવસ્થા ઠીક છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું સેવાનિવૃત્ત જવાનો અને લોકોને મળ્યો. તેમણે કહ્યું કે, ચીને અમારા 2000 વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે. ભારતના કેટલાક પેટ્રોલિયમ કેન્દ્ર હવે ચીનના હાથમાં છે. સરકારનું આ વાતોને નકારવું ખતરનાક છે. તે ચીનના આત્મબળને વધારશે. રાહુલે વિપક્ષની એકતા પર પણ નિવેદન આપ્યું છે અને કહ્યું કે, વિપક્ષની પાર્ટીઓમાં જે એકતા આવી છે તે વાતચીતથી આવી છે. વિપક્ષ વિખેરાઇ ગયું છે એ કહેવું ઠીક નથી. વિપક્ષમાં મતભેદ જરૂર છે પણ વિપક્ષ એકસાથે લડશે. આ વિચારધારાની લડાઇ છે. એક તરફ RSS BJP છે અને બીજી બાજુ ગેર RSS BJP વાળા છે.

યાત્રાના સમાપનની પૂર્વ સંધ્યા પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, યાત્રામાં ઘણું બધું શીખવા મળ્યું. યાત્રાનું લક્ષ્ય લોકોને જોડવાનું હતું, નફરત ખતમ કરવાનું હતું. લોકોની ઘણી સારી પ્રતિક્રિયા મળી. આ મારા જીવનનો સૌથી ઉંડો અને સારો અનુભવ રહ્યો. યાત્રા અહીં ખતમ નથી થતી આ તો પહેલું પગલું છે, શરૂઆત છે.

રાહુલે કહ્યું કે, આ જે ભારતની યાત્રા છે, તેમાં કોંગ્રેસીઓથી વધારે સામાન્ય જનતા ચાલી છે. તેમણે એક ઓલ્ટરનેટિવ વિઝન આપ્યું છે. આ યાત્રાની રાજકારણ પર જોરદાર અસર પડશે. આ યાત્રા ખતમ નથી થઇ. આ તો પહેલું પગલું છે. કોંગ્રેસ પાર્ટી વધુ એક્શન લેશે. હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને મળ્યો. રાજ્યના પ્રતિનિધિત્વનો અવાજ ઉઠાવ્યો. અનુચ્છેદ 370 પર અમારો સ્ટેન્ડ સ્પષ્ટ છે અને સીડબ્લ્યુસીના પ્રસ્તાવમાં તેના વિશે વિસ્તારથી કહેવામાં આવ્યું. આ યાત્રાની અસર આખા દેશમાં છે. દક્ષિણથી ઉત્તરની તરફ ભલે કરવામાં આવી, પણ આખા પ્રદેશમાં યાત્રાની અસર છે.

તેમણે કહ્યું કે, રાજનેતાઓ અને જનતા વચ્ચે દુરી થઇ ગઇ છે. યાત્રા દ્વારા હું અહીં ખુલ્લા હાથ અને ખુલ્લા દિલ સાથે આવ્યો છું. અહીં સ્વાગતથી હું અભિભૂત છું. વિપક્ષમાં મતભેદ છે, પણ અમે એકઠા થઇને લડીશું. રાજ્યનો દરજ્જો હાંસલ કરવો જરૂરી છે અને લદ્દાખના લોકોની વાત સાંભળવી જોઇએ કે તેઓ શું ચાહે છે.

RSS અને BJP દેશના સંસ્થાગત સ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યા છે અને દેશની તમામ સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું કહેવું હતું કે, લાખો લોકોને મળ્યો અને વાતચીત કરી. યાત્રાનું લક્ષ્ય ભારતને એક કરવાનું હતું. રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. હિંદુસ્તાનના જનતાની તાકાત જોવા મળી. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા ઉઠાવાયા. મારા માટે વ્યક્તિગત સારો અનુભવ રહ્યો. ભારત જોડો યાત્રા કોંગ્રેસની ન રહી. તેમાં ઓલ્ટરનેટિવ વિઝન મળ્યું. આ યાત્રાએ દેશને એક અલગ વિઝન આપ્યું છે. જ્યારે, કોંગ્રેસે દેશને મોહબ્બત અને ભાઇચારાનું વિઝન આપ્યું છે. આજે હિંદુસ્તાનની સામે જીવવાની આ બે રીત છે.

તેમણે કહ્યું કે, જે લોકોને હું મળ્યો, તેમણે આ પ્રકારના મુદ્દા ઉઠાવ્યા, બેરોજગારી, ઇન્ફ્લેશન. અમુક અન્ય મુદ્દા રાજ્યના દરજ્જાના હતા. રાહુલે કહ્યું કે, RSS અને ભાજપ દેશના સંસ્થાગત સ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યા છે અને દેશની તમામ સંસ્થાઓ પર હુમલા થઇ રહ્યા છે. આ હમલાઓનું પરિણામ છે. હું સ્પષ્ટ છું કે, પહેલા રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. લોકોના લોકતાંત્રિક અધિકારોની બહાલી થવી જોઇએ. ફક્ત વડાપ્રધાન એ વ્યક્તિ છે જેમને લાગે છે કે, જમીન નથી છીનવવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp