'જો તિરંગો ફરકાવ્યો તો RPG વડે ફૂંકી દઈશું'- પંજાબ CM ભગવંત માનને મળી ધમકી

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના CM ભગવંત માનને મારી નાંખવાની ધમકી આપી છે. આતંકવાદી પન્નુએ ધમકી આપી છે કે, જો પંજાબના CM ભગવંત માન ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. વાસ્તવમાં પંજાબના CM ભગવંત માન 26 જાન્યુઆરીએ ભટિંડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં તિરંગો ફરકાવવાના છે. બીજી તરફ ધમકી મળ્યા બાદ CM માનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન તરફી અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો સ્વયં ઘોષિત નેતા છે. વિદેશમાં બેસીને પન્નુ આતંકવાદી ષડયંત્ર રચવાનું અને પંજાબ અને હરિયાણામાં અશાંતિ પેદા કરવાનું કામ કરે છે. પટિયાલામાં ખાલિસ્તાન વિરોધી માર્ચ પર ખાલિસ્તાન સમર્થકોના હુમલા અને હિંસક અથડામણમાં પણ પન્નુનો હાથ રહ્યો છે.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ CM માનને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે. આટલું જ નહીં, ભટિંડામાં CM માન જ્યાં તિરંગો ફરકાવવા જઈ રહ્યા છે, તે મેદાનની દિવાલો પર ખાલિસ્તાનના પક્ષમાં નારા લખવામાં આવ્યા છે. આ સિવાય CISF કેમ્પસ ભટિંડા, NFL ભટિંડા અને રણજીત સિંહ ટેકનિકલ યુનિવર્સિટીની બહાર પણ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખવામાં આવ્યા છે.

પન્નુએ ધમકી આપી છે કે, 'જો CM માન 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવશે તો તેમના પર RPG હુમલો કરવામાં આવશે. જેઓ સૂત્રો લખે છે તેઓ એ પણ જાણે છે કે RPGનો ઉપયોગ કેવી રીતે કરવો. એટલે તમારા માટે સારું એ છે કે, તમે તિરંગો ફરકાવવા ન આવો.'

આતંકવાદી પન્નુએ પોતાના વીડિયોમાં કેન્દ્ર અને પંજાબ સરકારમાં હિંદુઓને વચ્ચે આવવાની ના પડી છે. આતંકવાદીનું કહેવું છે કે, હિંદુઓએ પણ 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં આવવાથી બચવું જોઈએ. આ હુમલો તેમના પર પણ થઈ શકે છે.

ભારતનો વોન્ટેડ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકામાં છુપાયેલો છે. પન્નુને ખાલિસ્તાન તરફી સંગઠન 'શિખ્સ ફોર જસ્ટિસ'ના નેતા હોવાનું કહેવાય છે. સૂત્રોનું માનીએ તો, ગુરપતવંત સિંહ પન્નુ પર પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIનો હાથ છે. તે અમેરિકા સિવાય બ્રિટન સહિત વિશ્વના અન્ય દેશોમાં ભારત વિરોધી પ્રચાર કરતો રહેતો હોય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.