ચૂંટણીમાં વોટ ન કર્યો તો, અકાઉન્ટમાંથી કપાશે 350 રૂપિયા! જાણો આ મેસેજની હકીકત

PC: theprint.in

હાલના સોશિયલ મીડિયાના સમયમાં કોઈ પણ માહિતીને લોકો સુધી પહોંચાડવું ખૂબ જ સરળ થઇ ગયું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. સમાચારમાં માહિતી આપવામાં આવી છે કે, જે પણ વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં વોટિંગ નહીં કરશે, તેના અકાઉન્ટમાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર દરેકનો હોય છે, પણ શું આવું થશે કે પછી થાય છે કે, વોટ નહીં આપ્યો તો પૈસા કાપવામાં આવશે? ચાલો આ વાયરલ થઇ રહેલા સમાચારનું સત્ય જાણીએ.

ફેક્ટ ચેકમાં શું આવ્યું સામે?

સોશિયલ મીડિયા પર એક સમાચાર પત્રની કટિંગને ખૂબ જ વાયરલ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ આ લોકસભા ચૂંટણીમાં વોટ નહીં આપશે, તો તેના બેંક અકાઉન્ટથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે, જ્યારે PIB એ આ વાયરલ થયેલા સમાચારનું ફેક્ટ ચેક કર્યું તો જણાવ્યું કે, આ ફેક ન્યૂઝ છે અને કહ્યું કે, આમાં કરવામાં આવેલા તમામ દાવાઓ ખોટા છે.

ચૂંટણી આયોગ દ્વારા ક્યારેય પણ આવો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આગળ PIB એ લોકોને કહ્યું કે, આવા સમાચારોને જરાક પણ શેર ન કરો, ત્યાર બાદ ચૂંટણી આયોગે એક ટ્વીટ કરીને આ વાયરલ સમાચારને ખોટા ગણાવ્યા છે અને લોકોને આવા સમાચારોથી સાવચેતી રાખવા કહ્યું છે.

2019મા પણ થઇ હતી વાયરલ

ચૂંટણી આયોગે આ પણ જણાવ્યું કે, જે ફેક ન્યૂઝ 2019મા વાયરલ થઇ રહી હતી, તેને ફરીથી કેટલાક વ્હોટસએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી આયોગે એક ટ્વીટ કરીને સમાચારમાં કરવામાં આવેલા દાવાઓને પૂરી રીતે ફેક ગણાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp