26th January selfie contest

તમે સતત દોઢ કલાક કાર ચલાવો છો? તો સાવધાન, ડરામણી સ્ટડી આવી સામે

PC: abplive.com

જો તમે તમારી કાર સતત 12 દિવસ સુધી ખુલ્લામાં છોડી દીધી હોય. તેની ઉપર કોઈ છત ન હતી. તેને ઢાંકવામાં નથી આવી તો, તેનાથી તે તમારા શરીરમાં કેન્સરના કણો છોડી શકે છે. આ અભ્યાસ અમેરિકા અને ચીનના વૈજ્ઞાનિકોએ સાથે મળીને કર્યો છે. વિજ્ઞાનીઓના મતે અસુરક્ષિત, જંતુનાશક અને ગેસના સ્ટોવમાં મળી આવતા ફોર્માલ્ડીહાઈડ કારમાં પણ જોવા મળે છે.

ચીનમાં, કારની અંદર ફોર્માલ્ડિહાઇડની માત્રા રાષ્ટ્રીય સુરક્ષા ધોરણો કરતાં 35 ટકા વધુ હોવાનું જાણવા મળ્યું છે. એસીટલ્ડીહાઈડનું પ્રમાણ 61 ટકા વધુ હોવાનું જાણવા મળ્યું છે. એસીટલ્ડીહાઈડ એ વર્ગ-2 સ્તરનું કેન્સર ઉતપન્ન કરનારું તત્વ છે. પેઇન્ટ, પેટ્રોલ અને સિગારેટમાં બેન્ઝીન જોવા મળે છે. જે વાહન ચાલકોના ફેફસામાં જઈને તેને નુકસાન પહોંચાડે છે. જો તમે લાંબા સમય સુધી કાર ચલાવતા હોવ તો બેન્ઝીન હાનિકારક છે. પરંતુ પાછળ બેઠેલા મુસાફરોને તેટલું નુકસાન કરતું નથી.

દરેક નવી કાર સાથે, વિવિધ જૈવિક પદાર્થોથી ઇન્ક્રીમેન્ટલ લાઇફટાઇમ કેન્સર રિસ્ક (ILCR)નું જોખમ વધે છે. જો ILCR સ્તર 10-6 છે, તો તે સારું છે. પરંતુ જો આ લેવલ 10-6 થી 10-4 ની વચ્ચે હોય તો કેન્સરનો ખતરો રહે છે. જો તે 10-4 થી ઉપર છે તો વધુ જોખમ છે. વિજ્ઞાનીઓએ નવી કારની અંદર આ પદાર્થોનો અભ્યાસ કર્યો હતો, જે ધોમધખતા તડકાથી લઈને વરસાદ સુધીની સિઝનમાં જે કાર બંધ હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો ટેક્સી ડ્રાઈવર 11 કલાક અને પેસેન્જર દરરોજ 1.5 કલાક કારમાં વિતાવે છે, તો હવામાં તરતા ખતરનાક પદાર્થો ત્વચા અથવા મોઢા દ્વારા શરીર સુધી પહોંચીને નુકસાન પહોંચાડે છે. મોટે ભાગે શ્વાસ લેવાના કારણે. મધ્યમ કદની SUVમાં પ્લાસ્ટિક, ઈમિટેશન લેધર, સીવેલા કપડાં  જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ કાર કંપની તરફથી નવી-નવી બહાર આવે છે, ત્યારે તેનાથી હવામાં તરતા હાનિકારક પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે.

આ નવી કારમાંથી બહાર આવતા રહે છે, જેને ઓફ-ગેસિંગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ કારની અંદરની હવાના નમૂના લીધા હતા. આ પછી તેમાં 20 અલગ-અલગ કેમિકલનું મિશ્રણ જોવા મળ્યું. તે પણ જુદા જુદા તાપમાનમાં. જ્યારે કાર તડકામાં ગરમ થાય છે, ત્યારે તેની અંદરનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસથી 63 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. ત્યારે હાનિકારક તત્વો કારની અંદર ઝડપથી ફરતા રહે છે. કારની અંદર વિવિધ વસ્તુઓની સપાટીના તાપમાનને કારણે આવું થાય છે. અહીં કારની અંદર હાજર હવાનું તાપમાન લેવામાં આવતું નથી.

અગાઉ કેલિફોર્નિયામાં એક અભ્યાસ થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 20 મિનિટ સુધી નવી કાર ચલાવ્યા બાદ જ બેન્ઝીન અને ફોર્માલ્ડીહાઈડના સંપર્કમાં ઘણો વધારો થાય છે. જેઓ લાંબા અંતર માટે સતત નવી કાર ચલાવે છે તેમને એક્સપોઝરનું જોખમ વધારે છે.

વૈજ્ઞાનિકોએ તેને ઠીક કરવાની રીત પણ જણાવી છે, નવી કારના હાનિકારક રસાયણોથી તમે ખુદને કેવી રીતે બચાવી શકો છો. તમે એક દિવસ છોડીને બીજા દિવસે નવી કારનો ઉપયોગ કરી શકો છો. સેકન્ડ હેન્ડ કાર લઈ શકે છે. અથવા કોઈપણ જાહેર વાહનનો ઉપયોગ કરો. આ અભ્યાસ તાજેતરમાં સેલ રિપોર્ટર ફિઝિકલ સાયન્સમાં પ્રકાશિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp