બધા વિપક્ષી નેતાનું એન્કાઉન્ટર કરી નાખો તો, PM મોદી શાંતિથી સૂઈ શકશેઃ સાંસદ

PC: livehindustan.com

CBI અને ED દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયા પર કડક હાથે કામે લાગી ગઈ છે. મનીષ સિસોદિયા પર CBI અને EDની કડક પકડથી આમ આદમી પાર્ટી (AAP) પણ નારાજ છે. AAP નેતા સંજય સિંહે BJP પર મનીષ સિસોદિયાને કોઈપણ રીતે જેલમાં રાખવા માટે જાણીજોઈને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

AAP નેતા સંજય સિંહે PM નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત દુશ્મનાવટ નીકળવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. AAP સાંસદ સંજય સિંહે ટ્વીટ કર્યું, 'બાય ધ વે, મારી પાસે એક સૂચન હતું, જો વિપક્ષના તમામ નેતાઓનું એનકાઉન્ટર થઇ જાય, તો ઓછામાં ઓછા PM નરેન્દ્ર મોદી 8 કલાક શાંતિથી સૂઈ શકશે. ન કોઈ વિરોધ પક્ષ રહેશે, ન કોઈ લોકશાહી જેવું હશે. માત્ર સરમુખત્યારશાહી જ ટકી રહેશે.'

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને મનીષ સિસોદિયાને ષડયંત્ર હેઠળ જેલમાં રાખવાનો આરોપ લગાવ્યો હતો. AAP નેતાએ કહ્યું કે, 'આ કેસમાં કહેવાતા આરોપીઓને જામીન મળી ગયા, પરંતુ મનીષ સિસોદિયાને જામીન ન મળ્યા, તેથી CBIએ વકીલ રજૂ કર્યા ન હતા. તેથી જ કોર્ટે 11 દિવસ આગળની તારીખ આપી દીધી હતી. હવે EDએ પણ કેસ નોંધાવીને તેની ધરપકડ કરી છે.' વિપક્ષને ખતમ કરવા પાછળનો BJPનો ઉદ્દેશ્ય એક દેશ, એક પક્ષ, એક નેતાનો અમલ કરવાનો છે.'

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાને 17 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDના વકીલ જોહેબ હુસૈને કોર્ટને કહ્યું કે, મનીષ સિસોદિયાએ પુરાવા છુપાવવા માટે મોબાઈલનો નાશ કર્યો હતો. આ સાથે મનીષ સિસોદિયાના જામીન પરની સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી છે. હવે તેની જામીનની સુનાવણી 21 માર્ચે થશે.

EDએ 10 માર્ચે કેસની સુનાવણી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે સિસોદિયાએ 'કૌભાંડ' વિશે ખોટા નિવેદનો આપ્યા છે. EDએ કોર્ટને કહ્યું કે, તે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી શોધવા માંગે છે અને અન્ય આરોપીઓ સાથે મનીષ સિસોદિયાનો મુકાબલો કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp