પોલીસ હેડક્વાર્ટર પહોંચી અખિલેશે કહ્યું- હું ચા નહીં પીવું, ઝેર નાંખ્યું હોય તો

PC: oneindia.com/india

સમાજવાદી પાર્ટીના ટ્વીટર હેન્ડલ સંચાલક મનીષ જગન અગ્રવાલની ધરપકડ બાદ અખિલેશ યાદવ UP હેડકવાર્ટર પહોંચી ગયા હતા. અખિલેશને જોઇને પોલીસ અધિકારીએ તેમને ચા પીવાની ઓફર કરી હતી, તો અખિલેશે કહ્યુ કે, હું અહીંની ચા નહીં પીવું, હું મારી ચા જાત લાવીશ, કપ તમારો લઇશ. અખિલેશે કહ્યું કે તમારી ચા એટલા માટે ન પી શકું કારણકે એમાં ઝેર આપી દો તો? મને વિશ્વાસ નથી, ચા બહારથી મંગાવી લઇશ.

લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશન પોલીસે રવિવારે સવારે મનીષ જગન અગ્રવાલની ધરપકડ કરી હતી. સમાજવાદી પાર્ટીના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે મનીષ જગન અગ્રવાલ સમાજવાદી પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ કરતો હતો અને તે સીતાપુરનો રહેવાસી છે.

બીજી તરફ, 6 જાન્યુઆરીએ લખનૌમાં ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા પ્રભારી ડૉ. રિચા રાજપૂતે સમાજવાદી પાર્ટી મીડિયા સેલ નામના ટ્વિટર હેન્ડલ પર બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ દાખલ કર્યો હતો.

સ્વામી પ્રસાદ મૌર્ય સહિત સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકરો DGP હેડક્વાર્ટરના ગેટ નંબર 2 પર ધરણા પર બેઠા છે. આ દરમિયાન તેઓ મનીષ જગન અગ્રવાલની મુક્તિને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોલીસ હેડક્વાર્ટર પહોંચતા કોઈ અધિકારી મળ્યા ન હતા. આના પર, સમાજવાદી પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું કે, પોલીસ મુખ્યાલયમાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલને સપા પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા ઘણી વખત રીટ્વીટ કરવામાં આવ્યું હતું. આરોપ છે કે મનીષ જગન અગ્રવાલ પોતાની ટ્વિટમાં દરેક માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. હવે મનીષ અગ્રવાલની ધરપકડ બાદ સમાજવાદી પાર્ટીએ તેને છોડાવવા માટે ટ્વીટ કર્યું ,લખનૌ પોલીસનું આ બેશરમ કૃત્ય છે.

6 જાન્યુઆરીના રોજ, લખનૌમાં ભાજપ યુવા મોરચાના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ ડૉ. રિચા રાજપૂતે સમાજવાદી પાર્ટી મીડિયા સેલ નામના ટ્વિટર હેન્ડલ પર બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા બદલ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. રિચાએ કહ્યું હતું કે,સમાજવાદી પાર્ટીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે, જો મને કંઈ થશે તો તેની જવાબદારી અખિલેશ યાદવની રહેશે.

અગાઉ, RSS સાથે સંકળાયેલા પ્રમોદ કુમાર પાંડેએ SP મીડિયા સેલ @MediaCellSPના એકાઉન્ટ પર વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. તેના પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો પણ આરોપ હતો.

આ પહેલા ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પરિવાર અને અન્ય લોકો પર સતત ધમકીઓ અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ એક મહિલા પત્રકાર સહિત બે પત્રકારોએ પણ સપા મીડિયા સામે લખનૌના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp