રસ્તામાં નમાઝ અદા કરીએ તો FIR અને આ લોકો માટે માંસની દુકાન બંધ?: ઔવેસીનો વ્યંગ
ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં કાવડ યાત્રાને કારણે માંસની દુકાનો બંધ કરાવામાં આવી રહી છે. હવે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ વ્યંગ કર્યો છે. ઔવેસીએ બુધવારે ટ્વીટ કરીને લખ્યું કે, રસ્તા પર નમાઝ અદા કરીએ તો FIR થઇ જાય છે, પરંતુ કાવડ યાત્રા માટે માંસની દુકાનો બંધ કરાવી દેવાઇ છે. જો કે, ઉત્તર પ્રદેશમાં દર વર્ષે જ્યારે કાવડ યાત્રા નિકળે છે ત્યારે માંસની દુકાનોને બંધ કરાવવામાં આવે છે અને દર વર્ષે ઔવેસી નિશાન સાધે છે.
ઉત્તર પ્રદેશમાં માંસની દુકાનો બંધ કરાવવા પર ઔવેસીએ સરકાર પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે, ધાર્મિક ભાવનાઓના નામ પર રોજગારીનો હક છીનવી લેવો શરમ જનક બાબત છે. ઔવેસીએ આ વાતને યુનિફોર્મ સિવિલ કોડ સાથે જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યંગ કરિને કહ્યુ કે, શું દેશમાં બે કાયદા નથી? તમારી સમાન નાગરિકતાની વાત એક ઢોંગ છે.
सड़क पर नमाज़ अदा करो तो FIR हो जाता है, लेकिन कांवर यात्रा के लिए गोश्त की दुकानें ढका कर बंद करवा दी जा रहीं हैं।“धार्मिक भावनाओं” के नाम पर रोज़गार का हक़ छीन लेना शर्मनाक बात है।@narendramodi क्या “एक देश में दो क़ानून” नहीं हैं? आपकी “समान नागरिकता” की बातें ढोंग…
— Asaduddin Owaisi (@asadowaisi) July 12, 2023
ઔવેસીએ પોતાના ટ્વીટમાં એક ન્યૂઝ આર્ટિકલની લિંક પણ શેર કરી છે. જેમાં માંસની દુકાનોને ઢાંકેલી હોય તેવું બતાવાયું છે. ન્યૂઝ આર્ટિકલની હેડલાઇન્માં લખવામાં આવ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાને કારણે મીટની દુકાનો બંધ’ હિંદુ તીર્થયાત્રીઓની ભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલાં પણ ઔવેસીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને ટ્વીટ કરીને કહ્યું હતું કે, UCCને કારણે સૌથી વધારે તકલીફ હિંદુઓને થશે. UCCને કારણે હિંદુ ભાઇઓના ઘણા બધા અધિકારી છીનવાઇ જવાના છે,જેમાં મેરેજ એક્ટ તેમજ અન્ય ઘણા સામાજિક અને ધાર્મિક રિવાજોનો સમાવેશ થાય છે.
હિંદુ મેરેજ એક્ટમાં કહેવાયું છે કે સપિંડ સંબંધો ન હોઈ શકે. આમાં, રિવાજને અપવાદ ગણાવીને અલગથી પરવાનગી આપવામાં આવી છે. મતલબ કે લગ્નની પરવાનગી રિવાજ મુજબ આપવામાં આવી છે. પરંતુ જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો આવા અધિકારો છીનવી લેવામાં આવશે. તે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો યુનિફોર્મ સિવિલ કોડમાંથી અમારા અધિકારો છીનવી લેવામાં આવશે, તો પછી તમારા અધિકાર જશે. તેમણે કહ્યું કે આ એક કાયદાથી આદિવાસી સમાજના ઘણા અધિકારો છીનવાઈ જશે. તેમણે કહ્યું કે તે દેશની વિવિધતાની વિરુદ્ધ છે અને તેનાથી તમામ સમાજોને નુકસાન થશે.
ઔવેસીના આ નિવેદનને લઇને ગાજિયાબાદના લોની વિસ્તારના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે ઔવેસીએ આના માટે માફી માંગવી જોઇએ. તેમનું આ નિવેદન શરમ જનક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp