- Budget 2023
- બજેટમાં જાહેરાત થઈ, વર્ષે 2 સિલિન્ડર મફત મળશે, જાણો કોને અને કેવી રીતે મળશે
બજેટમાં જાહેરાત થઈ, વર્ષે 2 સિલિન્ડર મફત મળશે, જાણો કોને અને કેવી રીતે મળશે
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા મેળવ્યા પછી ફરી એકવાર ગુજરાતમા સરકાર બનાવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારે શુક્રવારે સત્તા પર આવ્યા પછીનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકારે ચૂંટણી ઢંઢેરોમાં આપેલા મોટો ભાગના વચનો પુરા કરવાની કોશિશ કરી હતી. ગુજરાતના બજેટમાં ગેસ સિલિન્ડર મફત આપવાની જાહેરાત કરવામાં આવી હતી, તો અમે તેના વિશે તમને જણાવીશું કે મફતમાં ગેસ સિલિન્ડર કેવી રીતે મળી શકશે?

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશના ગરીબ વર્ગો માટે વિવિધ યોજનાઓ લઈને આવતી રહે છે. આ સાથે સરકાર મહિલાઓના જીવનને સુધારવાનો પણ પ્રયાસ કરે છે. દેશના ગરીબ વર્ગના લોકોને ગેસ સિલિન્ડરની સુવિધા પૂરી પાડવા માટે સરકારે 1 મે, 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, સરકારી APL (APL) અને BPL (BPL) કાર્ડ ધારકોને મફતમાં ગેસ સિલિન્ડરની સુવિધા મળે છે. આ ઉજ્જવલા યોજના હેઠળ ગુજરાત સરકાર મફતમાં સિલિન્ડર આપશે. આ યોજનાની શરૂઆત કેન્દ્રના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે શરૂ કરી હતી.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, સરકાર ગરીબી રેખા નીચે અને APL કાર્ડ ધારકોને મફત ગેસ સિલિન્ડર આપે છે. સરકાર તમામ ગરીબ પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપે છે. અત્યાર સુધી આ યોજના દ્વારા કેન્દ્રની મોદી સરકારે કરોડો મહિલાઓને મફત ગેસ સિલિન્ડરનું વિતરણ કર્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

ગરીબી રેખા નીચે જીવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લોકો પાસે BPL (ગરીબી રેખા નીચે) રેશન કાર્ડ હોવું જોઈએ,જો તમે વનવાસી અથવા પછાત વર્ગમાંથી આવો છો, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો,- તમારી પાસે પેહલાથી ગેસ જોડાણ હોવું જોઇએ નહીં, તમે પ્રધાનમંત્રી ગરીબ આવાસ યોજનાના લાભાર્થી છો? ઘરની મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ,તમારી પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે.

મફતમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે તમારી પાસે આટલા પુરાવાની આવશ્યકતા રહેશે. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબર, બેંક પાસબુકની કોપી, રાશન કાર્ડ અને BPL કાર્ડની જરૂર પડશે.

