કૂનોમાં 8 ચિત્તાઓના મોતથી મામા શિવરાજ અકળાયા, જંગલખાતાના અધિકારીને હટાવી દેવાયા

PC: thehindu.com

મધ્ય પ્રદેશના કૂનોમાં સતત થઈ રહેલા ચિત્તાઓના મોત બાબતે હવે સરકારની ઊંઘ ઊડી છે. શિવરાજ સરકારે 8 ચિત્તાઓના મોત બાદ કાર્યવાહી કરી છે. સરકારે પ્રધાન મુખ્ય વન સરક્ષક વન્ય પ્રાણી PCCF જસબીર સિંહને હટાવી દીધા છે. તેમની જગ્યાએ અસીમ શ્રીવાસ્તવને આ જવાબદારી સોંપવામાં આવી છે. તો IFS જે.એસ. ચૌહાણને હવે પ્રધાન મુખ્ય વન સંરક્ષક ઉત્પાદ મુખ્યાલય, ભોપાલ મોકલી આપવામાં આવ્યા છે. 17 ડિસેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર નામીબિયાથી આવેલા 8 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.

ત્યારબાદ 18 ફેબ્રુઆરી 2023ના રોજ સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તાઓને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા એટલે કે કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન માદા ચિત્તાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. કુલ 24 ચિત્તાઓમાંથી 3 બચ્ચાઓ સહિત અત્યાર સુધી 8 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. હવે કૂનોમાં એક બચ્ચું અને નામીબિયા, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા કુલ 15 ચિત્તા બચ્યા છે. વિંધ્યાનચલ પર્વતોના ઉત્તરી કિનારા પર સ્થિત કૂનો નેશનલ પાર્ક 750 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેનું નામ અહીંની કૂનો નદી પર રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 હજાર કિલોમીટર દૂર તેમના મૂળ સ્થાન નામીબિયાથી લાવવામાં આવેલા આ ચિત્તાઓને શનિવારે કૂનો નેશનલ પાર્કના ક્વોરેન્ટાઇનના વાડાઓમાં છોડ્યા હતા. ભારતમાં વર્ષ 1952માં વિલુપ્ત થઈ ચૂકેલા આ પ્રાણીઓને પુનઃ વસાવવા માટે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કૂનો નેશનલ પાર્કમાં અત્યાર સુધી 5 ચિત્તા અને 3 બચ્ચાઓના મોત થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે મંગળવાર અને શુક્રવારે જ 2 નર ચિત્તા (તેજસ અને સૂરજ)ના મોત થઈ ગયા હતા.

ત્યારબાદ ચિત્તાઓના ગળામાં બાંધેલા રેડિયો કોલરને લઈને સવાલ ઉઠવા લાગ્યા કેમ કે દક્ષિણ આફ્રિકાના એક ચિત્તા એક્સપર્ટે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા દાવો કર્યો હતો કે રેડિયો કોલરના કારણે ચિત્તા સેપ્ટીસીમિયાના શિકાર થઈ રહ્યા છે. તેને લઈને સરકારનું પણ નિવેદન આવ્યું છે જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, રેડિયો કોલરથી ચિત્તાઓના મોતના દવા કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આધારિત નથી. આ વાતો અટકળો અને અફવાઓ પર આધારિત છે. અધિકારીઓ મુજબ, ચિત્તાઓની સુરક્ષા અને અન્ય મુદ્દાઓ માટે તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થળાંતરીત ચિત્તાઓના ગળાની ચારેય તરફ રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp