IIT કાનપુરની નવી સફળતાઃ 5000 ફૂટની ઉંચાઈથી ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ

PC: thebharatnow.in

IIT કાનપુરે 23 જૂનના રોજ ક્લાઉડ સીડિંગ માટે એક પરીક્ષણ ફ્લાઇટ સફળતાપૂર્વક હાથ ધરી હતી. આ પ્રોજેક્ટની શરૂઆત થોડા વર્ષો પહેલા કરવામાં આવી હતી અને તેનું નેતૃત્વ IIT કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

બુંદેલખંડના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો, અને લખનઉના પ્રદૂષણને ઘટાડવા માટે હવે વરસાદની રાહ જોવાની જરૂર રહેશે નહીં. IIT કાનપુર હવે કૃત્રિમ વરસાદનું પરીક્ષણ કરી રહ્યું છે. ગયા સોમવારે DGCAની પરવાનગી બાદ IITએ પાંચ હજાર ફૂટથી ઉપર કૃત્રિમ વરસાદની ટ્રાયલ હાથ ધરી હતી.

IITએ પોતાના પ્લેનમાં ક્લાઉડ સીડીંગ એટેચમેન્ટ લગાવીને કેમિકલનો છંટકાવ કર્યો. આ દરમિયાન પ્લેન સંસ્થાની ઉપર 15 મિનિટ સુધી ચક્કર લગાવતું રહ્યું. IIT કાનપુરમાં 2017થી ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પછી, કોરોના સમયગાળા દરમિયાન આ પ્રોજેક્ટને વચ્ચે અટકાવવામાં આવ્યો હતો.

ઘણા જોડાણો અમેરિકાથી મંગાવવા પડ્યા હતા, જે કોરોનાના સમયગાળા દરમિયાન આવી શક્યા ન હતા. પરંતુ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. સિલ્વર આયોડાઈડ, ડ્રાય આઈસ, સામાન્ય મીઠા (નમક)થી બનેલું કેમિકલ એરક્રાફ્ટમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા ડિવાઈસમાંથી છોડવામાં આવ્યું હતું. કૃત્રિમ વરસાદના પ્રોજેક્ટનું નેતૃત્વ પ્રો. મનિન્દ્ર અગ્રવાલ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, આ ઉપકરણ પ્લેનની પાંખોમાં લગાવવામાં આવ્યું હતું, જેના કારણે કેમિકલનો છંટકાવ થયો હતો. વાદળોની અંદર ક્લાઉડ સીડીંગ ન થવાને કારણે વરસાદ પડ્યો નથી. પરંતુ ટેસ્ટ સફળ રહ્યો હતો. સફળ તે અર્થમાં કે, સંસ્થા ક્લાઉડ સીડીંગ માટે તૈયાર છે. આગામી સપ્તાહોમાં ફરીથી ક્લાઉડ સીડીંગનું પરીક્ષણ કરવામાં આવશે.

માહિતી આપતાં પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે, વરસાદ ન પડ્યો કારણ કે અમે વાદળોમાં જ્વાળાઓ નથી ફેલાવી. તે સાધનો માટે અજમાયશ હતી. પરંતુ આ પરીક્ષણ સફળ રહ્યું હતું. હવે અમે આગળના સ્ટેપ્સમાં ક્લાઉડ સીડીંગ ચલાવવા માટે તૈયાર છીએ. DGCAની પરવાનગી બાદ આ ટેસ્ટ થયો છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. કોરોના સમયગાળાને કારણે તેના સાધનોની પ્રાપ્તિ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. ઉત્તર પ્રદેશ સરકારે ઘણા વર્ષો પહેલા ક્લાઉડ સીડિંગના ટ્રાયલ માટે પરવાનગી આપી દીધી હતી.

IIT કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, IIT કાનપુરે એક અનોખો પ્રયોગ પૂર્ણ કર્યો છે. ક્લાઉડ સીડીંગનું પરીક્ષણ સફળ રહ્યું છે. સેસ્ના એરક્રાફ્ટ દ્વારા કૃત્રિમ વાદળો બનાવવામાં આવ્યા હતા, જે USમાં તૈયાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp