ઇલ્માએ સૌમ્યા બનીને પ્રેમી સોમેશ સાથે મંદિરમાં 7 ફેરા લીધા

PC: amarujala.com

બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમમાં મુસ્લિમ યુવતી ઇલ્માએ ગુરુવારે હિંદુ ધર્મ સ્વીકાર્યો અને પોતાનું નામ બદલીને સૌમ્યા રાખ્યું. તેણીએ તેના પ્રેમી સોમેશ શર્મા સાથે હિન્દુ વિધિ મુજબ સાત ફેરા લીધા. અગસ્ત્ય મુનિ આશ્રમના પંડિત KK શંખધરે તેમના લગ્ન વૈદિક વિધિ પ્રમાણે કરાવ્યા. યુવતી લગભગ બે મહિના પહેલા ઘરેથી નીકળી ગઈ હતી. ઇલ્મા ઉર્ફે સૌમ્યા શર્મા કહે છે કે, તે પુખ્ત છે, તેણે સ્વેચ્છાએ હિંદુ ધર્મ અપનાવ્યો છે અને સોમેશ સાથે પ્રેમ લગ્ન કર્યા છે, અને તે જીવનભર હિંદુ જ રહેશે.

બદાયુ જિલ્લાના બિલસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પરોલી ગામની રહેવાસી ઇલ્મા ઉર્ફે સૌમ્યાએ જણાવ્યું કે, હું 10મું પાસ છું. હાલમાં કાગળો પર મારી જન્મતારીખ 19 વર્ષ છે. હું એક પુખ્તવયની છું, ઇલ્મા ઉર્ફે સૌમ્યાએ તેના જ ગામના રહેવાસી સોમેશ શર્મા સાથે મંદિરમાં લગ્ન કર્યા છે. અગાઉ પંડિત KK શંખધરે છોકરીને ગંગા જળથી શુદ્ધ કરાવી હતી. યુવતીએ કહ્યું કે, આ મારો નિર્ણય છે અને જ્યારે હું પુખ્તવયની છું, તો મને ધર્મ પરિવર્તન કરવાનો અને મારી મરજીથી લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર છે. બંનેની મિત્રતા પણ પાંચ વર્ષ પહેલા જ થઈ હતી.

યુવતીએ જણાવ્યું કે હું દસમા પછી પણ ભણવા માંગતી હતી, પરંતુ પરિવારે ભણાવવાની ના પાડી. સ્કૂલના સમય દરમિયાન યુવતીની મિત્રતા ગામના રહેવાસી સોમેશ શર્મા સાથે થઈ હતી. સોમેશ દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. યુવતીએ જણાવ્યું કે, હું મારા બોયફ્રેન્ડ સાથે જીવનભર પ્રેમમાં રહીશ, મારા પરિવારને થોડા સમય પહેલા જ ખબર પડી હતી, તેથી તે લોકો મને મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા, યુવતી પોતાનું ઘર છોડીને તેના બોયફ્રેન્ડ સોમેશ સાથે પહેલા પ્રયાગરાજ ગઈ હતી. યુવતીએ તેના પ્રેમી સાથે લગ્નની નોંધણી પણ કરાવી દીધી છે. યુવતીએ જણાવ્યું કે મારા બોયફ્રેન્ડે મને એક મોબાઈલ આપ્યો હતો જેના પર હું છુપી રીતે તેની સાથે વાત કરતી હતી.

મંદિરના પંડિત KK શંખધરે છેલ્લા 9 વર્ષમાં 66 મુસ્લિમ છોકરીઓના લગ્ન હિન્દુ છોકરાઓ સાથે કરાવ્યા છે. છેલ્લા 40 દિવસમાં પંડિતે 4 છોકરીઓના લગ્ન કરાવ્યા છે. પંડિત કહે છે કે, લોકો મને પણ ધમકી આપે છે. ગયા મહિને જ મને ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ મેં SSP બરેલી સમક્ષ મારા જીવને જોખમ હોવાનું કહ્યું હતું. યુવતીએ કહ્યું કે, હવે હું મારા પ્રેમી સાથે ગામમાં નહીં જાઉં. પણ હવે સોમેશ મારો પ્રેમી નહીં પણ મારો પતિ છે, તે મને જ્યાં રાખશે ત્યાં હું રહીશ. બંને એક જ ગામના છે, જ્યાં તેમના ઘરો વચ્ચે લગભગ 400 મીટરનું અંતર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp