હિન્દુ-મુસ્લિમ વચ્ચે શાંતિ અને ભાઈચારાની વાત કરનારા ઇમામ ટોળાના ગુસ્સાનો ભોગ,મોત

PC: jantakareporter.com

હરિયાણાના ગુરુગ્રામમાં હિંસક અથડામણમાં નાયબ ઇમામનું મોત થયું છે. હિંસામાં માર્યા ગયેલા યુવક હાફિઝ મોહમ્મદ સાદ છેલ્લા ત્રણ વર્ષથી ગુરુગ્રામમાં ટ્યુશન ભણાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતક નજીકની મસ્જિદમાં નાયબ ઈમામની પોસ્ટ પર પણ કામ કરતા હતા. ઇમામ શાદ બિહારના સીતામઢી જિલ્લાના રહેવાસી હતા. હાફિઝના મોતના સમાચાર ગામમાં પહોંચતા જ પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

ઇમામ સાદ તેમના ગાયન દ્વારા હંમેશા હિન્દુ-મુસ્લિમ વચ્ચે શાંતિ અને ભાઈચારાની વાત કરતા હતા. પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ તેમને શિકાર બનાવી દીધા હતા.હાફિઝ સાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાદ તરન્નુમમાં ગાતા જોવા મળે છે.

19 વર્ષના હાફિઝ સાદના આ વીડિયોને શેર કરીને એક પત્રકારે લખ્યું છે કે, હિંદુ-મુસ્લિમ બેસીને એક થાળીમાં સાથે બેસીને જમી શકે એવું હિંદુસ્તાન બનાવી દે, હે અલ્લાહ.

ટોળાના ગુસ્સાનો ભોગ બનનાર હાઉઝ સાદ છેલ્લાં 3 વર્ષથી હરિયાણાના ગુરુગ્રામમાં ટયુશન કરાવીને પોતાના આખા પરિવારનું ભરણપોષણ કરતા હતા. વર્ષ 2022માં ગુરુગ્રામની એક મસ્જિદમાં તેમને નાયબ ઇમામનું પદ આપવામાં આવ્યું હતું. હાફિઝ ઘણા વર્ષોથી પોતાના બિહારના ઘરે નહોતા ગયા.

જે દિવસે હાફિઝ સાદની હત્યા થઇ તેના બીજા દિવસે તેઓ બિહાર પોતાના ઘરે જવાના હતા અને તેના માટે તેમણે ટિકીટ પણ કઢાવી લીધી હતી. પરંતુ ખુદાને કદાચ બીજું જ કઇંક મંજૂર હતું. હાફિઝ સાદ ઘરે તો પહોંચ્યા, પરંતુ જીવતા નહી, તેમની લાશ પહોંચી.

મૃતકના વૃદ્ધ પિતા મોહમ્મદ મુશ્તાક અને 63 વર્ષના માતા સનોવર ખાતૂન હાફિઝ ઘરે પાછા આવે તેની રાહ જોઇ રહ્યા હતા.હતા. તેમના જમાઈએ હાફિઝના મૃત્યુના સમાચાર આપ્યા. સમાચાર સાંભળીને વૃદ્ધ પિતા-માતાની રડી રડીને હાલત ખરાબ ઘઇ ગઇ છે.  પિતાએ જણાવ્યું કે તે ઘરમાં એકમાત્ર કમાનાર હતો  અને છેલ્લા ત્રણ વર્ષથી ઘરે પણ આવ્યો નહોતા, જેથી નાની બહેનના લગ્ન થઈ શકે.બીજી તરફ આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો હાફિઝને ઘરે ઉમટી રહ્યા છે.

ACP ક્રાઇમ વરૂણ દહિયાએ જણાવ્યું કે હાફિઝ સાદની હત્યાના મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી હિંસમાં 15 લોકો સામે FIR થઇ છે અને 8ની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp