આ વર્ષે ક્યારે બેસશે ચોમાસુ? હવામાન વિભાગે કરી તારીખો જાહેર

PC: businesstoday.in

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ કેરળમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનની શરૂઆત થોડું મોડેથી શરૂ થવાનું પૂર્વાનુમાન લગાવતા મંગળવારે કહ્યું હતું કે, તે 4 જૂન સુધીમાં દસ્તક દે તેવી સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રૂપે 4 જૂનના રોજ કેરળમાં પ્રવેશ કરી શકે છે. તેમાં સામાન્ય રીતે લગભગ 7 દિવસનું મોડું કે જલદી સામેલ હોય છે. હવામાન વિભાગના કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ વર્ષે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના આગમનમાં થોડું મોડું થવાની સંભાવના છે.

કેરળમાં મોનસૂન 4 જૂન પહોંચવાની સંભાવના છે. દક્ષિણી રાજ્યમાં મોનસૂન ગયા વર્ષે 29 મે, વર્ષ 2021માં 3 જૂન અને વર્ષ 2020માં 1 જૂને પહોંચ્યું હતું. ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું આગળ વધવું કેરળ ઉપર મોનસૂનના આરંભથી ચિહ્નિત થાય છે અને તે એક ગરમ અને શુષ્ક હવામાનથી વર્ષના હવામાનમાં રૂપાંતરણને નિરૂપિત કરનારા મહત્ત્વપૂર્ણ સંકેત છે. જેમ જેમ મોનસૂન ઉત્તર દિશામાં આગળ તરફ વધે છે, એ વિસ્તારોને અકળાવી મૂકે તેવી ગરમીથી રાહત મળવા લાગે છે.

હવામાન વિભાગે ગયા મહિને કહ્યું હતું કે, ભારતમાં અલ નીનોની સ્થિતિ છતા દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના હવામાન દરમિયાન સામાન્ય વરસાદ થવાની આશા છે. વર્ષ સિંચિત કૃષિ ભારતના કૃષિ પરિદૃશ્યનું એક મહત્ત્વપૂર્ણ ઘટક છે, જેમાં શુદ્ધ ખેતી ક્ષેત્રની 52 ટકા આ પદ્ધતિ પર નિર્ભર છે. આ દેશના કુલ ખાદ્ય ઉત્પાદનનો લગભગ 40 ટકા છે જે તેને ભારતની ખાદ્ય સુરક્ષા અને આર્થિક સ્થિરતામાં એક મહત્ત્વપૂર્ણ યોગદાનકર્તા બનાવે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, મેના પહેલા પખવાડિયામાં હિટવેવની સ્થિતિ પશ્ચિમી વિક્ષોભના કારણે ઓછી ગંભીર હતી, જેથી ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક હિસ્સા પ્રભાવિત થયા. આગામી પશ્ચિમ વિક્ષોભ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, હરિયાણા, દિલ્હી, NCR, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વી રાજસ્થાનમાં ધૂળ ભરેલી હવાઓ ચાલી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે એક પશ્ચિમી વિક્ષોભ પસાર થઈ ચૂક્યું છે અને તેજ હવાઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp