મે મહિનો આવી ગયો પણ ગરમી કેમ ન આવી? IMDએ તેની પાછળનું સમજાવ્યું કારણ

PC: indiatoday.in

એપ્રિલનો મહિનો આજથી પૂરો થઈ રહ્યો છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં ઉનાળો લોકોને અકળાવી મૂકતો હતો. તડકો અને બફારાથી બચવા માટે લોકો જાત જાતના ઉપાય કરવા લગતા હતા, પરંતુ આ વર્ષે ગરમીથી અત્યાર સુધી રાહત છે. ઉનાળાએ પોતાનું પ્રચંડ રૂપ અત્યાર સુધી દેખાડ્યું નથી. દેશમાં મોટા ભાગના વિસ્તારમાં ગરમી વધારે પડી રહી નથી. ગરમીથી રાહતને લઈને ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ વિસ્તારથી જણાવ્યું છે.

IMDએ કહ્યું કે, હાલના સમયમાં ઘણી હવામાન સિસ્ટમ એટલે કે એન્ટી સાઈક્લોન, ટફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. આ જ કારણ છે કે હવામાનની ચાલ દરેક વખતથી અત્યાર સુધી જુદી દેખાઈ રહી છે. દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં થોડા દિવસ અગાઉ સુધી ઉનાળાની અસર જોવા મળી રહી હતી, પરંતુ વાવાઝોડા અને વરસાદે ફરી એક વખત હવામાનમાં ઠંડક લાવી દીધી. જેના કારણે મોટા ભાગના ક્ષેત્રોમાં સામાન્યથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.

હાલના વાતાવરણ પર એન્ટી સાઈક્લોન, ગર્ત અને સર્ક્યૂલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે દેશના મોટા ભાગના હિસ્સાઓમાં હવામાન સુંદર બનેલું છે. હવામાનની આ હાલત આગામી 3 દિવસ સુધી એવું જ રહેવાનું છે. IMD મુજબ આગામી 2-3 દિવસ સુધી ગરમીથી રાહત રહેશે. 2-3 દિવસ બાદ ઘણી જગ્યા પર વાવાઝોડું આવી શકે છે. હવામાન વિભાગે હાલમાં જ જણાવ્યું હતું કે, ઉત્તર-પૂર્વી રાજસ્થાન અને આસપાસના ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે.

સેન્ટ્રલ મધ્ય પ્રદેશમાં ચક્રવાતી સર્ક્યૂલેશન છવાયું છે. એવી જ સ્થિતિ દક્ષિણ તામિલનાડુમાં પણ બનેલી છે. સોમવારે IMDએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલથી પશ્ચિમી હિમાલિયન ક્ષેત્રમાં નવું વસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે. આ જ કારણ છે કે દેશના મોટા ભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું નોંધાઈ રહ્યું છે. IMDના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળશે. એવી સ્થિતિ મેના પહેલા અઠવાડિયા સુધી જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp