બિહારમાં દારૂબંધીનું ગુજરાત મોડલ લાગુ કરો, જીતનરામ માંઝીએ નીતિશ પાસે કરી માગ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ દારૂબંધી પર છૂટછાટની માંગ કરી છે. તેમણે બિહારમાં નશાબંધીનું ગુજરાત મોડલ લાગુ કરવાની નીતિશ સરકારમાંમાંગ ઉઠાવી છે. માંઝીએ કહ્યું કે ગુજરાતની જેમ બિહારમાં પણ પરમિટ દ્વારા લોકોને દારૂ ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેમણે પોતાની જ મહાગઠબંધન સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલીકરણમાં ગરબડ થઇ રહી છે. ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે. નવા વર્ષમાં દારૂબંધી યોગ્ય રીતે લાગૂ કરવી જોઇએ. માંઝી લગાતાર દારૂબંધીના મુદ્દે નીતિશ કુમાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ પહેલાં પણ તેમણે તાડીને દારૂબંધીમાંથી બહાર રાખવાની માંગ કરી હતી.

હિંદુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતેન માંઝીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પણ દારૂબંધી છે, પરંતુ ત્યાં આવા પ્રકારની વાત નથી થતી. ત્યાં જરૂરત પડે તો પરમિટ સાથે શરાબ મળી જાય છે. એવી રીતે બિહારમાં પણ હોવું જોઇએ.  અહીં ગભરાટમાં લોકો દારૂ પીએ છે અને તે ઝેરીલી બની જાય છે, જેને પીધા પછી લોકો મરી જાય છે.

માંઝીએ કહ્યુ કે દારૂબંધી સારી વાત છે, પરંતુ બિહારમાં એને જે રીતે લાગૂ કરવામાં આવી છે તેના કારણે પરેશાની થઇ રહી છે. દારૂબંધીના નામ પર ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે. પોલીસ ગામડાંઓમાં ઘુસીને ગરીબોને દારૂના ખોટો કેસોમાં ફસાવીને જેલ ભેગા કરી રહી છે. દારૂના મોટા ચોરો સામે કાર્યવાહી થવી જોઇએ.

જીતનરામ માંઝીએ શુક્રવારે સાંજે પોતાના નિવાસ સ્થાને લિટ્ટી ભોજનનું આયોજન કર્યું હતું.જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત મહાગઠબંધનના નેતા પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રી નીતિશ લગભગ અડધો કલાક સુધી માંઝીના ઘરે રોકાયા હતા.

માંઝીએ જે ગુજરાત મોડલની વાત કરી તો ગુજરાત મોડલ કેવું છે તે તમને જણાવીએ. બિહારની જેમ ગુજરાતમાં પણ દારુબંધીનો કાયદો છે. પરંતુ ગુજરાતમાં કેટલાંક ખાસ સંજોગોમાં લોકોને દારૂ પીવાની પરમીટ મળે છે. આ પરમીટ આરોગ્ય વિભાગ આપે છે. લોકો સ્વાસ્થ્યના કારણોનો હવાલો આવીને દેશમાં બનેલી વિદેશી દારૂ પી શકે છે. જો કે , આ પરમીટ સરળતાથી મળી જતી નથી તેના માટે અનેક નિયમો અને મર્યાદા છે.

જીતન માંઝીના નિવેદન બાદ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યુ  હતું કે માંઝીએ મારી પાસે આવીને વાત કરવી જોઇએ.  તેઓ જે સુઝાવ આપી રહ્યા છે તે વિશે મને કોઇ જાણકારી નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.