અમિત શાહના મતે આધુનિક ભારતના નિર્માણમાં આ 4 ગુજરાતીઓનું મહત્ત્વનું યોગદાન

PC: facebook.com/amitshahofficial

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રી દિલ્હી ગુજરાતી સમાજના 125 વર્ષ પુરા થવાના અવસર પર કહ્યું હતું કે, આધુનિક ભારતના નિર્માણમાં આ 4 ગુજરાતીઓનું યોગદાન મહત્ત્વનું છે. અમિત શાહે કહ્યુ કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના આધુનિક ઇતિહાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

આજે ભારત જે સ્થિતિમાં છે તે આ 4 ગુજરાતીઓને કારણે છે. તેમણે કહ્યું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રી મોદીના નેતૃત્વમાં ભારતની ખ્યાતિ આખી દુનિયામાં ફેલાઇ રહી છે. શાહે ગુજરાતી સમાજના પણ વખાણ કર્યા હતા.

શ્રી દિલ્હી ગુજરાતી સાજના 125 વર્ષ પુરા થવાના અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અતિથિ વિશેષ પદે હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે 4 ગુજરાતીઓના યોગદાન વિશે વાત કરતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજીને કારણે આપણા દેશને આઝાદી મળી, સરદાર વલ્લભભાઇ પટેલને કારણે દેશ એક થયો, મોરારજી દેસાઇને કારણે દેશનું લોકતંત્ર  ફરી જીવિત થયું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે ભારતનું નામ વૈશ્વિર સ્તરે રોશન થયું. તેમણે કહ્યું કે આ 4 ગુજરાતીઓ દેશ માટે મોટા મોટા કામ કર્યા અને તેઓ આખા દેશનું ગૌરવ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે કહ્યું કે 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11મા ક્રમે હતી. આજે નવ વર્ષ પછી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.ગૃહ મંત્રીએ કહ્યુ કે IMF સહિતની અનેક એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થાને એક નવી તાકાત તરીકે જોઇ રહ્યા છે.

ગૃહમંત્રીએ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને 125 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતી સમાજે તેની સ્વીકૃતિ મેળવી છે અને દિલ્હીમાં રહેવા છતાં ગુજરાતી સમાજે ગુજરાતનું મર્મ જાળવી રાખ્યું છે અને સંસ્કૃતિનો વિકાસ અને જાળવણી અને પ્રચાર કર્યો છે. તેમણે કહ્યુ કે દિલ્હીમાં દરેક સમાજના લોકો રહે છે અને ગુજરાતી સમાજમાં પણ દિલ્હીમાં વ્યવસ્થિત રીતે રહે છે.

ગુજરાતી સમાજ સમગ્ર દેશમાં અને વિશ્વમાં હાજર છે અને કોઈપણ સમાજની સેવા કરતી વખતે હંમેશા સારી રીતે ભળી ગયો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વસતા ગુજરાતીઓને તેમની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડવા ઉપરાંત આ સંસ્થાએ તેમને દેશ અને સમાજની સેવા કરવાની પ્રેરણા આપવાનું કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp