7 કરોડના ગોલ્ડ કોઇન ચોરીમાં નવો વળાંક, ફરિયાદી પાસે જ બળજબરીથી અગૂંઠો મરાવી દીધો

PC: bansalnews.com

મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં બ્રિટેશ કાળના 240 ગોલ્ડ કોઇન જેની અંદાજિત કિંમત 7 કરોડ રૂપિયા છે તેની ચોરીના પ્રકરણમાં હવે નવો મોડ આવ્યો છે. કેસ પાછો ખેંચવા માટે ફરિયાદી પાસે જબરદસ્તીથી સ્ટેમ્પ પેપર પર અંગૂઠો મરાવી દીધો હતો. 7 કરોડ ગોલ્ડ કોઇન કેસમાં વધુ એક FIR નોંધાઇ છે. જે પોલીસ કર્મીઓ આ ગોલ્ડ કોઇન ચોરી કરીને ફરાર થઇ ગયા છે તેની પોલીસ હજુ ધરપકડ કરી શકી નથી.

આ આખા કેસની વિગત એવી છે કે રમકુબાઇ નામની મહિલા મજૂરીનું કામ કરે છે અને દક્ષિણ ગુજરાતમાં આવેલા બિલીમોરામાં એક મકાનના બાંધકામના મજૂરી કામ માટે ગઇ હતી. એ દરમિયાન ખાડો ખોદતી વખતે રમકુબાઇને બ્રિટેશ કાળના 240 સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ સિક્કાને પોતાની સાથે રાખીને રમકુબાઇ પોતાના ગામ બેજડા આવી ગઇ હતી અને ઘરની જમીનમાં સિક્કા દાટી દીધા હતા.

આ દરમિયાન એક દિવસ સોંડવા પોલીસ સ્ટેશનના ટાઉન  ઇન્સ્પેક્ટર વિજય દેવડા, કોન્સ્ટેબલો રાકેશ, વિરેન્દ્ર, સુરેન્દ્ર સાદા  કપડામાં રમકુબાઇના ઘરે ગયા હતા અને તેની પાસેથી જબરદસ્તી 240 ગોલ્ડ કોઇન લઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે 21 જુલાઇએ ચારેય પોલીસ કર્મીઓ સામે FIR કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિજય દેવડા સહિત ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ પોલીસ હજુ ચારેયની ધરપકડ કરી શકી નથી.

બીજી તરફ રમકુભાઇએ પોલીસમાં બીજી FIR નોંધાવીને આરોપ લગાવ્યો છે કે ગામના 4 લોકો તેને ધાર જિલ્લાના એક મકાનમાં લઇ ગયા હતા અને જબરદસ્તીથી સ્ટેમ્પ પેપર પર અંગૂઠો મરાવી દીધો હતો. જેમાં ચોરી કરી ગયેલા પોલીસના સમર્થનમાં લખવામાં આવ્યું હતું. રમકુબાઇની ફરિયાદને આધારે પોલીસે ગામના સરપંચના પતિ સહિત 3 અન્ય લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પીડિતા, રામકુબાઈએ સોંડસા પોલીસ સ્ટેશનમાં  FIR નોંધાવી હતી કે ગયા શુક્રવારે તેના ગામના ચાર લોકો ધાર જિલ્લાના કુક્ષી લઇ ગયા હતા. ત્યાં તેને એક ઘરે લઈ જઈને વકીલને બોલાવવામાં આવ્યો અને પછી તેને અલગ-અલગ સ્ટેમ્પ પેપર પર અંગઠા મરાવ્યા હતા.આરોપીઓએ પીડિતાને ઘણી ડરાવી-ધમકાવી અને તેને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપી હતી.

પીડિત આદિવાસી મહિલાના નિવેદનના આધારે પોલીસે મકના, ગીલદાર, ભાયલા અને ચેંગા નામના ગામના ચાર લોકો વિરુદ્ધ IPCની કલમ 365, 120 B અને 191 હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp