75 વર્ષમાં એવા PM આવ્યા છે જે સુપ્રીમ કોર્ટના આદેશને પણ માનતા નથી: CM કેજરીવાલ

PC: india.postsen.com

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાન પર મહારેલીને સંબોધિત કરી હતી. કેન્દ્રના વટહુકમ સામે બોલાવવામાં આ રેલીમાં કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે ઘણા વર્ષો પછી આપણે રામલીલા મેદાન પર ભેગા થયા છે. 12 વર્ષ પહેલાં અમે ભ્રષ્ટાચાર સામેની લડતમાં આ મેદાન પર ભેગા થયા હતા અને આજે દેશના એક અહંકારી તાનાશાહને હટાવવા માટે ભેગા થયા છે.

રામલીલા મેદાન પર હુંકાર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખી  દીધા છે. મારે તેમને કહેવું છે કે, અમારી પાસે 1 મનીષ સિસોદીયા નથી, અમારી પાસે 100 મનીષ સિસોદીયા છે, અમારી પાસે એક સત્યેન્દ્ર જૈન નથી, અમારી પાસે 100 સત્યેન્દ્ર જૈન છે. તમે એક ને જેલમાં નાંખશો તો બીજા કામ કરવા આવી જશે, પરંતુ દિલ્હીના વિકાસનું કામ અટકશે નહી.

કેજરીવાલે કહ્યું કે, 11 મેના દિવસે દેશની સુપ્રીમ કોર્ટે દિલ્હીની તરફેણમાં ચુકાદો આપ્યો હતકો અને 19મે ના દિવસે મોદી સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટને આદેશને રદ કરી દીધો. 75 વર્ષમાં એવા PM આવ્યા છે જે કહે છે કે હું સુપ્રીમ કોર્ટના આદેશને માનતો નથી.

કેજરીવાલે કહ્યું કે, દેશની અંદર પ્રજાતંત્ર ખતમ થઇ રહ્યું છે, એને જ તો તાનાશાહી અને હીટલરશાહી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ હતું કે જનતા સુપ્રીમ છે.PM મોદીનો વટહુકમ કહે છે દિલ્હીની જનતા સુપ્રીમ નથી LG સુપ્રીમ છે.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ વાળા મને રોજ ગાળો આપે છે, મારા અપમાનની મને કોઇ ચિંતા નથી, પરંતુ આ વખતે ભાજપે તમારા લોકોનું અપમાન કર્યું છે અને પ્રજાનું અપમાન હું સહન કરી શકું નહીં. આ વટહુકમને અમે રદ કરાવીને સુપ્રીમ કોર્ટનો આદેશ લાગૂ કરાવીશું.

દિલ્હીના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે હું આખા દેશમાં ફરી રહ્યો છુ અને દેશના 140 કરોડ લોકો AAPની સાથે છે. હું આખા દેશને કહેવા માંગું છુ કે જે રીતે દિલ્હીમાં વટહુકમ લાગૂ કરવામાં આવ્યો તે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કુલ 21 વર્ષ રાજ કર્યું છે. મને રાજ કરતા હજુ 8 વર્ષ જ થયા છે. કેજરીવાલે પડકાર ફેંકતા કહ્યું કે, PM મોદીના 21 વર્ષ અને મારા 8 વર્ષની કામગીરીની સરખામણી કરી જોજો, કોણે વધારે કામ કર્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp