કસાઇ કાકો, જમીનના ઝઘડામાં 7 વર્ષની ભત્રીજી સહિત 4ના ગળા કુહાડીથી વાઢી નાંખ્યા

PC: bhaskar.com

રાજસ્થાનના જોધપુરથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે આગબબુલા થઇ જશો. હેવાનિયતને પણ શરમાવે એવી આ ઘટનામાં જમીનના ઝગડામાં ભાઇ સાથે બદલો લેવા માટે ભાઇએજ તેની 7 વર્ષની ભત્રીજી સહિત લોકોન 4 લોકોના ગઢા વાઢી નાંખીને યમસદન પહોંચાડી દીધા હતા. 7 વર્ષની ક્યુટ બાળકીની તમે તસ્વીર જોશો તો તમે કહેશો કે આના કરતા તો કસાઇ પણ સારો કહેવાય. 7 બાળકીના ગળા પર કુહાડીના ઘા મારતા  આ માણસને જરાયે દયા ન આવી હોય?

રાજસ્થાનના જોધપુરમાં એક જ પરિવારના 4 લોકોની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામને આંગણામાં સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જઘન્ય હત્યા કેસનો ખુલાસો કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યા પાછળ જમીન વિવાદ અને કાકા-ભત્રીજાની દુશ્મની સામે આવી છે.

આરોપી

પોલીસે મૃતક પૂનારામના મોટા ભાઈ ભેરારામના 20 વર્ષના પુત્ર પપ્પુરામ ની ધરપકડ કરી છે. તેણે આ ઘાતકી હત્યા કર્યાની કબૂલાત કરી છે. sp ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે આ હત્યાકાંડનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આરોપી પપ્પુરામના ભાઈ તેજારામે સાત-આઠ મહિના પહેલા સુરતમાં આત્મહત્યા કરી હતી, પરંતુ પપ્પુરામનું માનવું હતું કે કાકા પૂનારામે તેની હત્યા કરાવી છે.

આ બાબતે તેનો અનેકવાર ઝઘડો પણ થયો હતો. આનાથી વ્યથિત થઈને પૂનારામે એકવાર કહ્યું હતું કે હા, તેણે હત્યા કરાવી છે, ત્યાર બાદ આરોપી પપ્પુરામે તેને મારી નાખવાનો નિર્ણય લીધો હતો.

પોલીસે કહ્યું કે, આરોપીને ખબર હતી કે પૂનારામના બંને પુત્રો મંગળવારે રાત્રે ત્યાં નહીં હોય. તક જોઈને બુધવારે વહેલી સવારે ચાર વાગ્યે તે તેના કાકાના ખેતરે પહોંચી ગયો હતો અને બહાર સૂતેલા પૂનારામને કુહાડીથી હુમલો કરી દીધો હતો. એ પછી તેણી કાકીના ગળા પર કુહાડીથી હુમલો કરી દીધો હતો.માર્યો હતો. આ છી જ્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ભાભી ધાપુર અને 7 મહિનાની ભત્રીજી સૂતા હતા. આરોપીએ બંને મા દીકરી પર પણ કુહાડીના ઘા મારી દીધા હતા. એના મગજ પર ખૂન સવાર હતું એટલે 7 વર્ષની બાળકીનું પણ ગળું વાઢી નાંખ્યું.

એ આરોપી પપ્પુરામ બંને મૃતદેહોને બહારથી ખેંચીને અંદર લાવ્યા અને કેરોસીન નાખી આગ ચાંપી દીધી. આ પછી તેણે ઝૂંપડામાં પણ આગ લગાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો. પોલીસે આરોપીને પકડી લીધો છે.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે તે પૂનારામના દીકરા રેવતરામની હત્યા કરવા પહોંચ્યો હતો, પરંતુ રેવતરામ ઘરે નહોતો. પરંતુ બદલાની ભાવનાને કારણે પપ્પૂરામે 4 જિંદગી હણી નાંખી હતી, જે ઘરના જ લોકો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp