વાયુસેનાએ દેખાડ્યા કરતબ, આકાશથી પાડી ભારેભરખમ હોડી, અભ્યાસ જોઈને કાંપી જશે દુશ્મ
આકાશથી લઈને સમુદ્ર અને ધરતી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને સ્થળ સેના સમય સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે. આ જ પ્રકારનો અભ્યાસનો એક વીડિયો વાયુસેનાએ શેર કર્યો છે, જેણે જોઈને દુશ્મન પણ કાંપી જશે. વાયુસેનાના ભારે ભરકમ વિમાન C-17એ આકાશથી નેવીની એક નાવને સુનિશ્ચિત રીતે સમુદ્રમાં ઉતારી દીધી. ભારતીય વાયુસેનાએ પોતાના સત્તાવાર X (ટ્વીટર) હેન્ડલથી વીડિયો શેર કરતા લખ્યું કે, એક સાથે કામ કરવામાં આવે તો અસીમિત સંભાવનાઓ છે.
તેણે લખ્યું કે, ‘એક સાથે કરવામાં આવેલા ઉલ્લેખનીય અભ્યાસમાં IAF C-17એ ભારતીય નૌકાદળની એક કઠોર પતવારવાળી ઇન્ફ્લેટેબલ નાવને ગઢ સમુદ્રમાં પાડી દીધી હતી. એક સાથે અસીમિત સંભાવનાઓ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સ્થળ સેનાએ પણ એક એવો જ આશ્ચર્યજનક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સ્થળ સેનાના જવાન વાયુસેનના વિમાનમાં બેઠા છે. ત્યારબાદ તેઓ એક એક કરીને દોરડાના સહારે પોતાની સાથે ખૂંખાર ટ્રેની શ્વાનોને લઈને ઉતરે છે.
In a remarkable exercise of #Jointness, an #IAF C-17 air dropped a Rigid Hull Inflatable Boat of the @indiannavy on high seas.
— Indian Air Force (@IAF_MCC) September 19, 2023
Limitless possibilities together. pic.twitter.com/8FfWu5C1Yp
આ અભ્યાસ દિવસ અને રાત બંનેમાં કરવામાં આવ્યો હતો. સ્થળ સેનાની પશ્ચિમી કમાને વીડિયો શેર કરતા લખ્યું કે, સ્પેશિયલ ફોર્સિસે કોઈ પણ ધરતી આધારિત જોખમને બેઅસર કરવા માટે ભારતીય વાયુસેના સાથે સંયુક્ત ટ્રેનિંગમાં વિશેષ હેલિબોર્ન ઓપરેશનને અંજામ આપ્યું.
#SpecialForces validated firing of support weapons from #Heliborne platform to neutralise any land based threat and facilitate #SpecialHeliborne operations in an integrated training with #IAF. @adgpi pic.twitter.com/9mPL3J0E3q
— Western Command - Indian Army (@westerncomd_IA) September 17, 2023
હાલમાં જ ભારતીય વાયુસેનામાં આત્મનિર્ભરતાને મોટું બુસ્ટ આપવાના ક્રમમાં રક્ષા મંત્રાલયે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રાલયે આજે ભારતીય વાયુ સેના માટે 12 Su-30 MKIની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ વિમાનોનું નિર્માણ ભારતમાં હિન્દુસ્તાન એરનોટિક્સ લિમિટેડ કરશે. સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ આ 12 વિમાન એ એરક્રાફ્ટસની જગ્યા લેશે, જે ગત વર્ષોમાં અલગ અલગ અકસ્માતનો શિકાર થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp