રાજસ્થાનમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ, જયપુરના હનુમાન મંદિરમાં માંસ ફેકાયું

PC: livehindustan.com

રાજસ્થાનમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. રાજધાની જયપુરમાં આવેલા પંચ્યાવાલા હનુમાન મંદિરમાં કેટલાક અસામાજિક લોકોએ બે કટ્ટામાં ભરેલું માંસ ફેંકી દીધું છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાયેલો છે. મંદિર સમિતિના લોકોએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપી છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.

પંચ્યાવાલા મંદિર સેવા સમિતિના લોકોનું કહેવું છે કે, કેટલાક અજાણ્યા લોકો દ્વારા મંદિરની અંદર માંસના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. જ્યારે મંદિરના પૂજારીએ કટ્ટાને જોયો તો તેણે તરત જ મંદિર સેવા સમિતિના સેક્રેટરી મોતીરામ ચોપરાને જાણ કરી હતી. બાલાજી મંદિરના પૂજારી રામકિશોરે જણાવ્યું કે, રાત્રે કોઈએ માંસ ભરેલી બેગ ફેંકી ગયા હતા. જેમાં કાપેલું માંસ ભરવામાં આવ્યું હતું. મંદિર સેવા સમિતિના સચિવ ચોપરાએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. આ અંગે ખબર મળતાં જ  ઘટનાસ્થળે પહોંચી પોલીસે મંદિરમાંથી કટ્ટા કાઢીને સર્વિસ લેન પર ફેંકી દીધા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંદિરમાં આ રીતે માંસના ટુકડાઓ ભરેલી બેગ  ફેંકીને હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. સ્થાનિક લોકોએ પોલીસને ફરિયાદ આપી હતી અને મંદિરની નજીક ચાલતી માંસની દુકાનો બંધ કરાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે, અહીં માંસની દુકાનો ગેરકાયદે ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સ્થાનિક લોકો આ મામલે આગળ શું કરવું તે અંગે 9 વાગ્યે ભેગા થશે. જો આ ગેરકાયદેસર ચાલતી દુકાનો પર કાર્યવાહી નહીં થાય તો લોકોના તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ ઘટના બાદ પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં થયેલી ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે મંદિરમાં રાખેલા કટ્ટાને બહાર નીકળી નાખ્યા છે. હવે સ્થાનિક લોકો તેના દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ મામલામાં કરણી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, નજીકમાં માંસની દુકાનો છે. શક્ય છે કે, કૂતરો પણ તેને ક્યાંકથી ખેંચીને લઇ આવ્યો હોય. અત્યાર સુધી તેને લઈ જતો હોય તેવી વ્યક્તિ કે અન્ય કોઈ સામે નથી આવ્યું. પોલીસ દરેક એંગલથી તેની તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે, અમુક તોફાની તત્વો પણ આવું કૃત્ય કરી શકે છે, પોલીસ બંને એંગલથી આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp