IPSએ ફેસબુક પર મહિલા IASની પ્રાઇવેટ તસવીર શેર કરતા હોબાળો

PC: aajtak.in

કર્ણાટકમાં 2 મહિલા કર્મચારીઓ વચ્ચે વિવાદ તેજીથી વધી રહ્યો છે. તેમાં એક તરફ મહિલા IPS  અધિકારી ડી. રૂપા છે અને બીજી તરફ IAS અધિકારી રોહિણી સિંધૂરી છે. રવિવારે એ સમયે બધા હેરાન રહી ગયા, જ્યારે ડી. રૂપાએ રોહિણી સિંધૂરીની કેટલીક અંગત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. તેમણે દાવો કર્યો કે, સિંધૂરીએ 3 પુરુષ IAS અધિકારીઓને પોતાની અંગત તસવીરો પોતે મોકલી હતી. રૂપાએ શનિવારે રોહિણી સિંધુરી પર 19 આરોપ લગાવ્યા.

રોહિણી સિંધુરીએ રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, રૂપા તેમને બદનામ કરવા માટે ખોટા આરોપ લગાવી રહી છે. રૂપાએ રવિવારે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને કહ્યું કે, ‘આ તસવીરો સામાન્ય લાગે છે, પરંતુ એક મહિલા IAS અધિકારી એક કે બે કે ત્રણ IAS પુરુષ અધિકારીઓને શેર કરે તો તેનો શું અર્થ છે? આ તેનો પ્રાઇવેટ મામલો નહીં હોય. IAS સર્વિસ કંડક્ટ રૂલ્સ મુજબ તે ગુનો છે. કોઈ પણ તપાસ એજન્સી આ તસવીરોની વાસ્તવિકતાની તપાસ કરી શકે છે. સલૂન હેરકટ, ઓશિકા લઈને સૂતી વખત લેવામાં આવેલી તસવીર કેટલાક લોકો સામાન્ય અનુભવી શકે છે. નહિતર મોકલેલી હાલત બોલે છે.

IAS અધિકારી રોહિણી સિંધુરી કર્ણાટક કેદાર 2009 બેચના IAS અધિકારી છે. તેઓ મૂળ રૂપે આંધ્ર પ્રદેશના રહેવાસી છે. તેઓ અત્યાર સુધી ઘણા પદો પર કામ કરી ચૂક્યા છે. આ સમય તે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગના કમિશનર તરીકે કામ કરી રહ્યા છે. તો ડી. રૂપાની વાત કરીએ તો તેઓ કર્ણાટક હસ્તશિલ્પ વિકાસ નિગમમાં MDના રૂપમાં કામ કરી રહ્યા છે. સિંધુરીએ ત્યારબાદ નિવેદનમાં કહ્યું કે, તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે.

તેમણે મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા અને વૉટ્સએપ સ્ટેટસમાંથી મારી તસવીરોના સ્ક્રીનશોટ એકત્રિત કર્યા છે. જેમ કે તેમણે આરોપ લગાવ્યો છે મેં આ તસવીરોને મોકલી છે તો હું તમને તેમના નામોનો ખુલાસો કરવાનો આગ્રહ કરું છું. IPS અધિકારી રૂપાએ પ્રશાસનને આગ્રહ કર્યો કે સિંધુરી પર સહાનુભૂતિ ન દેખાડે અને તેમની વિરુદ્ધ લાગનારા આરોપોની તપાસ કરે. રૂપાએ કહ્યું કે, તેઓ આ મામલે જનતાના ધ્યાનમાં લઈને આવ્યા છે.

શું શું આરોપ લાગ્યા?

ડી. રૂપાએ સિંધુરી પર 19 આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, તેમણે 3 IAS અધિકારીઓને કેટલીક તસવીર શેર કરી છે, સંપત્તિના બિઝનેસમાં તેમના પરિવારના સભ્યોની મદદ કરવા માટે જમીનના કેટલાક ભૂખંડોના સર્વેક્ષણ, કાર્યવાહી અને રેકોર્ડ વિભાગ પાસેથી વિવરણ માગવા માટે તેમના અધિકારનો દુરુપયોગ થયો છે. વધેલા બિલોના રિમ્બર્સમેન્ટ્સ માટે તેમની વિરુદ્ધ લોકાયુક્ત ફરિયાદ છે.

IAS અધિકારી ડી.કે. રવિની આત્મહત્યામાં તેમની ભૂમિકા છે અને તેઓ રાજનેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. રૂપાએ એમ પણ કહ્યું કે, મેં આ પહેલી વખત સાંભળ્યું કે, કોઈ IAS અધિકારી ડ્યુટી દરમિયાન કોઈ ધારાસભ્ય કે રાજનૈતિક વ્યક્તિ સાથે બેઠક કરી રહ્યા છે. તેમણે સિંધુરી પર કોરોના મહામારીના સમયે ઘર પર સ્વિમિંગ પુલ બનાવવાને લઈને પણ આરોપ લગાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp