પ્રેમીની ઓફિસ પહોંચી પ્રેમિકા અને કોલર પકડીને લગ્ન કરવા લઈ ગઈ મંદિર
બિહારના ભાગલપુરમાં એક પ્રેમિકાના હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. પ્રેમિકા પોતાના પ્રેમીની ઓફિસ પહોંચી અને તેને કોલર પકડીને બળજબરીપૂર્વક ખેચતા લગ્ન માટે મંદિર લઈ ગઈ. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકો જોતા જ રહી ગયા. આ ઘટનાના હાઇવોલ્ટેજ ડ્રામા કલાકો સુધી ચાલ્યા. ઘટનાસ્થળ પર ઉપસ્થિત કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. આ ઘટના ગુરુવારે સવારે 10:00 વાગ્યે મધુસુદનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભતોડિયા ગામમાં થઈ.
પ્રેમિકાનો આરોપ છે કે, છેલ્લા 2 વર્ષોથી તેમના પ્રેમ સંબંધ છે. ઘણી વખત બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યા છે અને તે દોઢ મહિનાની ગર્ભવતી છે. લગ્નનો દબાવ બનાવવા પર તેના સેંથામાં સિંદુર ભર્યું અને પોતાના ઘરે લઈ ગયો, પરંતુ તેના પરિવારજનોએ અપનાવવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ લગ્નની વાત કરવા પર તે લગ્નથી દૂર ભાગતો રહ્યો. ત્યારબાદ બંને વચ્ચે જોરદાર વિવાદ થયો અને પ્રેમિકાએ મહિલા પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ નોંધાવી દીધો.
કોર્ટમાંથી બેલ પર તે બહાર આવી ગયો, તો પ્રેમિકા તેના પર ફરીથી લગ્ન કરવાનો દબાવ બનાવવા લાગી. આ ક્રમમાં તે ખલીફાબાગ ચોકના નવનિર્મિત મકાનમાં પહોંચી. ત્યાં તેનો પ્રેમી કામ કરી રહ્યો હતો. પછી તેણે પ્રેમીનો કોલર પકડ્યો અને તેને ખેચતા બુઢાનાથ મંદિર લઈ ગઈ. આ ડ્રામાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને પ્રેમી કપલને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંનેના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં પણ બોલાવવામાં આવ્યા હતા.
મહિલાએ જણાવ્યું કે, તેનો પહેલો પતિ (ઉંમર 45 વર્ષ) દુષ્કર્મના આરોપમાં જેલમાં બંધ છે. વર્ષ 2009માં બંનેના લગ્ન થયા હતા. પતિ જેલમાં રહેવા દરમિયાન આ યુવકે તેને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને દુષ્કર્મ કર્યું. જ્યારે મહિલાએ રોહિતને લગ્ન કરવા કહ્યું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી. આ બાબતને લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તે દોઢ મહિનાની ગર્ભવતી છે અને આ બાળક આ જ યુવક રોહિત કુમારનું છે.
પ્રેમીએ જણાવ્યું કે, મહિલાનો પતિ વર્ષ 2021માં કોઈ ગુનાહિત કેસમાં જેલમાં બંધ છે. આ દરમિયાન મહિલાએ પ્રેમજાળમાં તેને ફસાવી લીધો. ઘણા દિવસ સુધી પ્રેમ પ્રસંગ ચાલતો રહ્યો. તેણે મહિલાને લગ્ન કરવા કહ્યું તો તેણે ના પાડી દીધી અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનમાં મારી અને મારા 3 ભાઈઓ પર પણ દુષ્કર્મનો આરોપ લગાવીને કેસ કરી દીધો. આ કેસમાં ત્રણેય ભાઈઓએ જામીન લઈ લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp