મહિલાએ 3 બાળકોને ફાંસી પર લટકાવ્યા, પછી કર્યું એવું કે પતિ કદી નહીં ભૂલે

PC: jagran.com

બિહારના ગયાથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં મગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાએ પોતાના ત્રણ બાળકોની હત્યા કરી નાખી. આ પછી મહિલાએ પોતે પણ ફાંસી લગાવી લીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાએ પહેલા પોતાના ત્રણ બાળકોને ફાંસી આપી અને પછી પોતે પણ ફાંસી લગાવી લીધી.

ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. દરેકના મનમાં એક જ સવાલ છે કે આ મહિલાએ તેના બાળકોને કેમ માર્યા? કોઈ માતા આ કેવી રીતે કરી શકે? જરૂર તેની સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું હશે કે, તેણે જીવવાની ઇચ્છા ગુમાવી દીધી, એટલું જ નહીં તેણે તેના ત્રણ બાળકોને પણ મારી નાખ્યા. યુવતીનું નામ માલતી દેવી છે. માલતી દેવીના સંબંધીઓનું કહેવું છે કે, તે પહેલા તણાવમાં રહેતી હતી. તેઓ કહે છે કે, તે તેના પતિના કારણે પરેશાન રહેતી હતી. તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. આથી તેણે ફાંસી લગાવી લીધી છે. હાલ પોલીસે ગુનો નોંધી માલતીના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SP હિમાંશુએ જણાવ્યું કે, ગયાના મગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે માલતી દેવી નામની મહિલા અને તેના ત્રણ બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા છે. મહિલાએ પહેલા ત્રણેય બાળકોને ફાંસી પર લટકાવ્યા અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેનો પતિ તેને ત્રાસ આપતો હતો. મહિલાના સંબંધીઓનું કહેવું છે કે, માલતી સાથે કંઈક ખોટું થયું હશે, જેના કારણે તેણે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

હાલ પોલીસ દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહી છે. આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. પતિ ચંદન ભારતી પર મહિલા સાથે સારું વર્તન ન કરવાનો આરોપ છે. તે માલતી સાથે મારપીટ કરતો હતો. આથી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ જે કર્યું છે, તેનો પતિ જીવનભર ભૂલી શકશે નહીં. માલતી આવું કરી શકે એવી તે કલ્પના પણ કરી શકતો ન હતો. વિચારો કે તેને કેટલો ત્રાસ આપવામાં આવ્યો હશે, કે જેથી કરીને તેણે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

નોંધ: (આત્મહત્યા કરવી એ ક્યાંયથી યોગ્ય પગલું નથી, તે સમસ્યાનો ઉકેલ નથી, ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે હાર ન માનવી જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ, પરિસ્થિતિ સામે લડવું જોઈએ.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp