4 મેના રોજ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવેલી, વિરોધ થયો તો છેક આજે આરોપી પકડ્યો

PC: twitter.com

મણિપુરમાં સ્થિતિ નિયંત્રિત થવાની જગ્યાએ બગડતી જઈ રહી છે. પૂર્વોત્તર રાજ્યથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. 4 મેનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં એક સમુદાયની બે મહિલાઓને બીજા પક્ષના કેટલાક લોકો નિર્વસ્ત્ર કરીને રસ્તાઓ પર ફેરવી રહ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વીડિયો ઇન્ડિજિન્સ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF)ના ગુરુવારે થનારા પ્રદર્શનથી બરાબર એક દિવસ અગાઉ પ્રસારિત કરવામાં આવી રહ્યો હતો.

કહેવામાં આવી રહી છે કે આ વીડિયો એટલે વાયરલ કરવામાં આવી રહ્યો છે કે, એ સમુદાયની દુર્દશાને ઉજાગર કરી શકાય. ITLFના પ્રવક્તાએ જણાવ્યું કે, તે 4 મેનો કાંગપોકપી જિલ્લાનો છે. તેમાં મહિલાઓને નિર્વસ્ત્ર અવસ્થામાં દર્શાવવામાં આવી છે. વીડિયોમાં પુરુષ પીડિત મહિલાઓને સતત છેડછાડ કરતા નજરે પડી રહ્યા છે. તો પીડિત મહિલાઓ બંધક બનેલી છે અને સતત મદદ માગી રહી છે. અધિકારીઓએ આ વીડિયો બનાવ્યા બાદ વાયરલ પણ કરી દીધો છે. તેનાથી આ નિર્દોષ મહિલાઓ દ્વારા ઝેલવામાં આવેલી ભયાનક યાતના અનેક ગણી વધી ગઈ છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ ઘટનામાં સામેલ એક નરાધમ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ અચરજની વાત એ છે કે, આ ઘટના 4 મેના રોજ બની હતી, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને લોકોનો આક્રોશ અને વિપક્ષનો આક્રોશનો સામનો કરતા સરકારે આરોપીની 20 જુલાઈના રોજ છેક બે મહિના પછી ધરપકડ કરી છે. વિપક્ષે લોકસભામાં સરકારને આ મામલે ઘેરી હતી, સોશિયલ મીડિયા પર પણ લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો, ત્યારે જઈને મણિપુર સરકાર પર દબાણ ઉભું થયું અને તેમણે છેક બે મહિના બાદ આરોપીને પકડ્યો. જો કે હજુ આ ઘટનાના મોટા ભાગના આરોપીઓ પોલીસની પકડથી બહાર છે.

પોલીસે કહ્યું કે, અજાણ્યા હથિયારધારી બદમાશો વિરુદ્ધ થૌબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. દોષીઓને જલદી જ ધરપકડ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવક્તાએ એક નિવેદમાં આ ધ્રુણિત કૃત્યની નિંદા કરતા માગ કરી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચ જનજાતિ આયોગ આ બાબતે સંજ્ઞાન લે અને દોષીઓને કાયદા સામે લાવે. કુકી સમુદાય ગુરુવારે ચુરચાંદપુરમાં પ્રસ્તાવિત વિરોધ માર્ચ દરમિયાન આ મુદ્દાને પણ ઉઠાવવાની યોજના બનાવી રહ્યો છે.

મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે જણાવ્યું કે, સરકારે આ વીડિયોનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે. જેમાં 2 મહિલાઓને ભીડ દ્વારા નિર્વસ્ત્ર કરીને ધસડતા દેખાડવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બી. ફેનોમ ગામના 65 વર્ષીય પ્રમુખ થાંગબોય વેફેઈ દ્વારા સૈકુલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભીડે ત્રીજી મહિલા સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘટનાની નિંદા કરનારા ITLFનો દાવો છે કે, મહિલાઓ કુકી સમુદાયની હતી, જ્યારે તેમની સાથે છેડછાડ કરનારી ભીડ મેતેઈ સમુદાયથી હતી.

ઘટનાનો એક મહિના કરતા વધુ સમય બાદ 21 જૂનના રોજ FIR કરાવવામાં આવી હતી. IPCની કલમ હેઠળ કલમ 153(A), 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને શસ્ત્ર અધિનિયમની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ભીડે એક વ્યક્તિને મારી નાખ્યો અને 3 મહિલાઓને નિર્વસ્ત્ર કરી દીધી હતી. તેમાંથી એક 19 વર્ષીય પીડિતા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. જ્યારે તેના ભાઈએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો તો તેની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ મહિલાઓ કેટલાક અજાણ્યા લોકોની મદદથી ઘટનાસ્થળથી ભાગવામાં સફળ રહી.

ફરિયાદ મુજબ, 4 મેના રોજ મણિપુરમાં પહેલી વખત હિંસા ભડક્યાના એક દિવસ બાદ લગભગ 3:00 વાગ્યે એક હજાર લોકો AK રાઈફલ્સ, SLR, ઈન્સાસ અને 303 રાઈફલ્સ જેવા આધુનિક હથિયાર લઈને બી. ફેનોમ ગામમાં ઘૂસી ગયા. હિંસક ભીડે તોડફોડ કરીને સંપત્તિ લૂંટી અને ઘરો સળગાવી દીધા. હુમલા દરમિયાન 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલ તરફ ભાગી ગયા. ત્યારબાદ તેમણે નોંગપોંક સેકમાઈ પોલીસ ટીમે બચાવ્યા અને તેમણે નેંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ભીડે તેમણે પોલીસ સ્ટેશનથી લગભગ 2 કિલોમીટર દૂર તૌબુલ (સેકમાઈ ખુનૌ) પાસે પોલીસ ટીમ પાસેથી છીનવી લઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp