આ રાજ્યમાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લીટર સસ્તું થયું

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત આકાશને આંબી રહી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર દરેક લોકોના જીવન પર પડી રહી છે. વ્યાપારથી લઈને સર્વિસ સુધી મોંઘવારીની એક અસર જોવા મળી રહી છે. ટ્રાંસપોટર્સ ભાડું વધારી રહ્યા છે તો ક્યાંય વિરોધ પક્ષ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મુદ્દે વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અનેક મિમ્સ પણ બની રહ્યા છે.

પણ આ માહોલ વચ્ચે આપણા દેશમાં એક એવું પણ રાજ્ય છે. જ્યાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લિટર સુધી સસ્તું થયું છે. આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. જેને પોતાના રાજ્યની પ્રજાને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટો કાપ મૂકવાનું એલાન કર્યું છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં પેટ્રોલી ડીઝલના ભાવ ઘટાડીને રાજ્ય સરકારે ખરા અર્થમાં રાહત આપી છે. નાગાલેન્ડ સરકારે ભાવ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં સારો એવો ઘટાડો કર્યો છે.

નાગાલેન્ડ સરકારે એક મોટું પગલું ભરી પેટ્રોલિયમ પેદાશ તથા મોટર સ્પ્રીટ પર જે ટેક્સ અગાઉ 29.80% લાગતો હતો એમાં કાપ મૂકીને 25% કરી નાંખ્યો છે. આ સિવાય નાગાલેન્ડ સરકારે ડીઝલ માટે ટેક્સના દરમાં 11.08 રૂ.નો ઘટાડો કરી 10.51 રૂ. પ્રતિ લિટર અથવા 17.50%થી ઘટાડી 16.50% પ્રતિ લિટર કરવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ ભલે પૂર્વોત્તરનું નાનકડું રાજ્ય હોય પણ સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે. જેનાથી રાજ્યની પ્રજાને ખરા અર્થમાં એક મોટી આર્થિક રાહત થઈ છે. આવું પગલું ભરનાર નાગાલેન્ડ દેશનું પાંચમું રાજ્ય છે.

આ પહેલા પશ્ચિમ બંગાળ, મેઘાલય, રાજસ્થાન અને અસમમાં સરકારે ટેક્સમાં કાપ મૂકીને પેટ્રોલ ડીઝલના ભાવમાં એક મોટી રાહત આપી છે. મંગળવારે નાગાલેન્ડ રાજ્યની સરકારે આ નિર્ણય લીધો હતો. ક્રુડ ઓઈલની કિંમત પર નજર કરવામાં આવે તો ક્રુડ ઓઈલની કિંમતમાં મંગળવારે વધારો થયો હતો.

દિલ્હીમાં બુધવારે પેટ્રોલ રૂ.90.93 અને ડીઝલ રૂ.81.32 સુધી પહોંચ્યું છે. સતત વધારા અંગેની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલના ભાવ સતત 13 દિવસ સુધી વધ્યા છે. બુધવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.97.34 અને ડીઝલનો ભાવ રૂ.88.44 નોંધાયો છે. દેશના અન્ય મહાનગર કરતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘા છે. આ અંગે અગાઉ પણ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, આ એક દુવિધાભરી સ્થિતિ છે.

About The Author

Related Posts

Top News

IPL ક્રિકેટરે લાઈવ મેચ દરમિયાન ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી, છેલ્લે લખ્યું હતું 'જય શ્રી રામ'; જાણો આખી વાત શું છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં, મોટા શોટ્સ, ઝડપી બોલ અને હાઇ-પ્રોફાઇલ સ્ટાર્સ ઘણીવાર હેડલાઇન્સ પર છવાયેલા રહે...
Sports 
IPL ક્રિકેટરે લાઈવ મેચ દરમિયાન ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી, છેલ્લે લખ્યું હતું 'જય શ્રી રામ'; જાણો આખી વાત શું છે

સુરત પોલીસની મદદથી NEET પાસ કરાવવાના બહાને લાખોની છેતરપિંડી કરતી ગેંગને દિલ્હી પોલીસે દબોચી

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે NEET-UG 2026ની પરીક્ષાના નામે માસૂમ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગને ઝડપી...
National 
સુરત પોલીસની મદદથી NEET પાસ કરાવવાના બહાને લાખોની છેતરપિંડી કરતી ગેંગને દિલ્હી પોલીસે દબોચી

સુરતમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું, 3 ઠગો અસલી નોટોના 2-3 ગણા કરી આપવાની લાલચ આપતા અને પછી કાગળોની થપ્પી પકડાવી દેતા

સુરતમાં ઠગાઈની એક ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં આ ટોળકી અસલી નોટોના 2-3 ગણા કરી...
Gujarat 
સુરતમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું, 3 ઠગો અસલી નોટોના 2-3 ગણા કરી આપવાની લાલચ આપતા અને પછી કાગળોની થપ્પી પકડાવી દેતા

RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો

પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતની આશા તો રાખી રહી હતી, પરંતુ ભાજપના નેતાઓને એટલી અપેક્ષા નહોતી કે 200 થી વધુ...
Politics 
RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.