પત્નીને દીકરો જોતો હતો તો ટીચરે વિદ્યાર્થિની સાથે વારંવાર રેપ કર્યો,પત્નીએ સાથ..

PC: ibc24.in

મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક યુનિવર્સિટીએ પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર અને તેના માતા-પિતાને હેરાન કરવાના આરોપોથી ઘેરાયેલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધો છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. બેગમપુરા પોલીસ સ્ટેશને મંગળવારે રાત્રે આરોપી પ્રોફેસર અશોક બંદગર અને તેની પત્ની વિરુદ્ધ IPCની વિવિધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેની પત્નીનું પણ FIRમાં નામ આપવામાં આવ્યું છે, કારણ કે તેણે ફરિયાદીને કથિત રીતે કહ્યું હતું કે, તેઓ (બંને) તેમની પાસેથી પુત્ર ઈચ્છે છે. ડૉ બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના આદેશ અનુસાર, સંસ્થાના વહીવટીતંત્રે બંદગર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી અને બુધવારે તેમને સસ્પેન્ડ કરી દીધા.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીએ તેમની સામે અલગથી તપાસ કરવાનો પણ નિર્ણય લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાટક વિભાગના આ પ્રોફેસરે 2019 થી 2021 દરમિયાન ઓનલાઈન ક્લાસ લીધા હતા, જ્યારે તે ફરિયાદી જે તેના શોધનિબંધની તૈયારી કરી રહી હતી તેના સંપર્કમાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રોફેસરે તેનો વિશ્વાસ જીતી લીધો હતો અને કથિત રીતે તેને ઔરંગાબાદમાં તેના પરિવાર સાથે રહેવા માટે સમજાવી હતી. એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે, ફેબ્રુઆરી 2022 અને ફેબ્રુઆરી 2023 દરમિયાન, જ્યારે ફરિયાદી પ્રોફેસરના ઘરે હતી, ત્યારે તેણે તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો.

FIRને ઉલ્લેખીને, તેણે કહ્યું કે, જ્યારે ફરિયાદીએ બંદગરની પત્નીને આ ગુના વિશે જણાવ્યું, ત્યારે તેણે તેને કહ્યું કે, તે બંને તેની પાસેથી પુત્ર ઈચ્છે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, બીમાર પડ્યા પછી, ફરિયાદી બુલઢાણામાં તેના ઘરે પરત આવી, પરંતુ ત્યાર પછી પણ પ્રોફેસરે કથિત રીતે તેને ફોન પર હેરાન કરવાનું ચાલુ રાખ્યું.

અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલાએ ત્યારબાદ તેના પિતાને કથિત બળાત્કાર વિશે જણાવ્યું અને તેઓએ યુનિવર્સિટીની વિશાખા સમિતિનો સંપર્ક કર્યો. આ સમિતિ કાર્યસ્થળ પર જાતીય સતામણીની ફરિયાદો તપાસે છે. અધિકારીએ કહ્યું કે, જ્યારે પ્રોફેસરને બોલાવવામાં આવ્યો, ત્યારે તે ફરિયાદીના ઘરે ગયો અને તેના માતા-પિતાને ધમકાવવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું કે, યુનિવર્સિટી પ્રશાસને તાજેતરમાં ફરિયાદીને એક પત્ર આપ્યો અને તેને કહ્યું કે, તે પોલીસનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ પીડિતાએ પ્રોફેસર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp