ભાઈનો જીવ બચાવવા બહેને પાણીના ભારે વહેણ સાથે બાથ ભીડી, બહાદુરી જોઈને સલામ કરશો

PC: zeenews.india.com

દર વર્ષે રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. એવી મનોકામના સાથે કે, ભાઈ હંમેશા બહેનની રક્ષા કરે. સદીઓથી ચાલી આવતી આ પ્રથા હવે આ નવા જમાના પ્રમાણે બદલાઈ રહી છે. જ્યારથી બહેનો ઘરની બહાર નીકળીને દુનિયાની સામે આવવા લાગી છે, ત્યારથી બહેનો પણ જાણી ગઈ છે કે, કેવી રીતે પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ કરવું. ખાસ કરીને, જો ભાઈ નાનો હોય તો આ જ બહેનો પોતાનો જીવ જોખમમાં મૂકતાં જરાય અટકતી નથી. જો તમને વિશ્વાસ ન હોય તો જુઓ આ વીડિયો તમને તમારી વિચારસરણી બદલવા મજબૂર કરી દેશે, જેમાં એક બહેનની હિંમત સામે પાણીનું એક ભારે વહેણ પણ તેની ધાર ધીમી કરવા મજબુર થઇ ગયું હતું.

આવા ઘણા વીડિયો ચોમાસા દરમિયાન જોવામાં આવતા હોય છે, જ્યારે પાણીના જોરદાર પ્રવાહો જિંદગીને પોતાના ભારે વહેણ સાથે ખેંચીને લઇ જતા હોય છે, તેમાં જે ખરેખર નસીબદાર હોય છે તે બચી જાય છે. જ્યારે કેટલાક બદનસીબ સાબિત થતા હોય છે, પરંતુ જેને આવી હિંમતવાન બહેનનો સાથ મળતો હોય છે, ત્યાં તેમને નસીબ પણ સાથ આપવા મજબૂર બની જતું હોય છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો એવી જ એક બહેનની મજબૂત હિંમતની કામયાબીનો નમૂનો છે. આ વીડિયો 'ઝિંદગી ગુલઝાર હૈ' નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં એક બાળક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલો જોવા મળે છે. તે ભારે પ્રવાહની ઉપલી ધાર પર જ ફસાઈ ગયો હતો. જો થોડી પણ ભૂલ થાય તો બાળક ધોધની સાથે નીચે પથ્થરો પર પડી જાય તેમ હતું, તેને બચાવવા માટે એક બહેન પાણીના ભારે પ્રવાહથી ડર્યા વિના તેને મજબૂત રીતે પકડી રાખે છે. જ્યાં સુધી અન્ય લોકો તેને પકડીને બહાર કાઢવા ન આવે ત્યાં સુધી આ બહેન હિંમત હારતી નથી. આખરે તે બહેન પોતાના ભાઈને અને પોતાને બચાવવામાં સફળ થાય છે.

બહેનની આ હિંમતને લોકો દિલથી સલામ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, બહેન માતાનું બીજું સ્વરૂપ છે. એક યુઝરે લખ્યું કે, આવી બહેનને સલામ. એક યુઝરે લખ્યું કે, દરેકને આવી બહેન મળવી જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 75 હજારથી વધુ લોકોના લાઈક પણ મળી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp