જે રાજ્યમાં ચૂંટણી છે એ કર્ણાટક માટે નિર્મલા સીતારમણનો 5300 કરોડવાળો દાવ

PC: hindustantimes.com

ચૂંટણી રાજ્ય કર્ણાટકને લઇને આ વર્ષે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે અપર ભદ્રા પ્રોજેક્ટ હેઠળ કર્ણાટકને 5,300 કરોડ રૂપિયાની ભેટ આપી છે. રાજ્યના જે વિસ્તારમાં સૂકું પડે છે, તેમના માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી રકમ નિર્ણાયક સાબિત થવા જઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતનું સ્વાગત કર્યું છે. તેઓ તેને ગેમચેન્જર માની રહ્યા છે. આ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે અપર ભદ્રા પ્રોજેક્ટ માટે 5300 કરોડ રૂપિયા આપ્યા છે.

હકીકતમાં આ કર્ણાટકની એક યોજના છે, જેના માટે કેન્દ્ર સરકારે આ ફંડ આપવાની જાહેરાત કરી છે. અહીં એ સમજવું જરૂરી છે કે કર્ણાટકના સેન્ટ્રલ વિસ્તારમાં નિયમિત રૂપે સુકાવાળી સ્થિતિ ઉત્પન્ન થઇ જાય છે. આ પરિસ્થિતિ ત્યારે રહે છે, જ્યારે ત્યાં તુંગા અને ભદ્રાવતી નદીઓ છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે 5300 કરોડ રૂપિયા દ્વારા રાજ્યની જ યોજનાઓને હજુ વધુ વિસ્તાર કરવામાં આવશે, જેથી આ વિસ્તારોમાં સુકાની સ્થિતિને સારી કરી શકાય.

બજેટમાં થયેલી જાહેરાત પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યું કે, કર્ણાટક તરફથી હું નાણા મંત્રી અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તેમની તરફથી 5,300 કરોડ રૂપિયા જે આપવામાં આવી રહ્યા છે, તેનાથી રાજ્યને મોટી રાહત મળશે. આમ કર્ણાટકને લઇને બજેટમાં થયેલી આ જાહેરાત વધુ હેરાન કરતી નથી. આ માગ માટે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા ઘણી વખત નાણા મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી. તેઓ સતત સરકાર સામે આવી જ રાહતની માગ કરી રહ્યા હતા. અત્યારે ચૂંટણી પણ નજીક છે, સમસ્યા મોટી છે, એવામાં સરકારે આ મોટી ભેટ આપી દીધી છે.

આમ આ સામાન્ય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લઇને સૌથી મોટી જાહેરાત કરી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં આપવો પડે. અત્યારે એ સીમા 5 લાખ રૂપિયા હતી. વ્યક્તિગત ઇનકમ ટેક્સની નવો ટેક્સ દર 0-3 લાખ રૂપિયા સુધી શૂન્ય, 3-6 લાખ રૂપિયા સુધી 5 ટકા, 6-9 લાખ રૂપિયા 10 ટકા, 9-12 લાખ રૂપિયા 15 ટકા, 12 લાખથી 15 લાખ રૂપિયા સુધી 20 ટકા અને 15 લાખથી ઉપર 30 ટકા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp