કેન્દ્ર સમલૈંગિક સેક્સ મેરેજને માન્યતા આપવાના વિરોધમાં, SCમાં દાખલ કરી એફિડેવિટ

PC: twitter.com

કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો વિરોધ કર્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, રવિવારે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે તેને લઈને એફિડેવિટ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે સમલૈંગિક સેક્સ મેરેજને માન્યતા આપવા માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી થવાની છે. આ અગાઉ કેન્દ્ર સરકારનું એફિડેવિટ બતાવે છે કે, સરકાર તેના પક્ષમાં નથી. એક રિપોર્ટ મુજબ, કેન્દ્રએ કોર્ટમાં 56 પાનાંનુ એફિડેવિટ દાખલ કર્યું.

તેમાં કહેવામાં આવ્યું કે, સમલૈંગિક સેક્સ મેરેજ ભારતીય પરંપરા મુજબ નથી. તે પતિ-પત્ની અને તેનાથી જન્મેલા બાળકોના કોન્સેપ્ટ સાથે મેળ ખાતો નથી. એફિડેવિટમાં વર્તમાન સ્થિતિનો પણ ઉલ્લેખ છે. કેન્દ્રએ કહ્યું કે, અત્યારના સમયમાં સમાજમાં ઘણા પ્રકારના લગ્નો કે સંબંધોને અપનાવવામાં આવી રહ્યા છે. અમને તેના પર આપત્તિ નથી. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને દિલ્હી સહિત અલગ-અલગ હાઇ કોર્ટમાં દાખલ બધી અરજીઓની સુનાવણી એક સાથે કરવાનો નિર્ણય લીધો હતો.

કોર્ટે 6 જાન્યુઆરીના રોજ આ મુદ્દા સાથે જોડાયેલી બધી અરજીઓ પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધી હતી. ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ જે.બી. પારદીવાલાની બેન્ચ સોમવારે આ કેસની સુનાવણી કરશે. એફિડેવિટમાં સરકારે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટે પોતાના ઘણા નિર્ણયોમાં વ્યક્તિગત વ્યાખ્યાની સ્પષ્ટતા કરી છે. આ નિર્ણયોના આધાર પર પણ આ અરજીને ફગાવી દેવી જોઈએ કેમ કે તેમાં સુનાવણી કરવા લાયક કોઈ તથ્ય નથી. મેરિટના આધાર પર પણ તેને ફગાવવી ઉચિત છે.

કાયદામાં ઉલ્લેખ મુજબ, પણ સમલૈંગિક લગ્નને માન્યતા નહીં આપી શકાય, કેમ કે તેમાં પતિ અને પત્નીની પરિભાષા જૈવિક રીતે આપવામાં આવી છે. એ મુજબ બંનેના કાયદાકીય અધિકાર પણ છે. સમલૈંગિક લગ્નમાં વિવાદની સ્થિતિમાં પતિ અને પત્નીને કઈ રીતે અલગ માની શકાશે? લગ્નની પરિભાષા ઓપોઝિટ સેક્સના બે લોકોનું મિલન છે. તેને વિવાદિત પ્રવધાનો દ્વારા ખરાબ ન કરવી જોઈએ. વર્ષ 2018માં અરસપરસની સહમતીથી કરવામાં આવેલા સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીથી બહાર કરવાનો નિર્ણય સંભળાવનારી હાઇ કોર્ટની બેન્ચમાં જસ્ટિસ ચંદ્રચૂડ પણ સામેલ હતા.

તેમણે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્રને એ સંબંધમાં નોટિસ જાહેર કરી હતી અને અરજીઓના સંબંધમાં સોલિસિટર જનરલ આર. વેંકટરમણીની મદદ માગી હતી. હાઇ કોર્ટની 5 સભ્યોની બેન્ચે 6 સપ્ટેમ્બર 2018ના રોજ સર્વસંમતીથી ઐતિહાસિક નિર્ણય સાંભળાવતા દેશમાં વયસ્કો વચ્ચે અરસપરસ સહમતીથી ખાનગી સ્થળ પર બનનારા સમલૈંગિક  કે વિપરીત લિંગના લોકો વચ્ચે યૌન સંબંધને ગુનાની શ્રેણીથી બહાર કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp