ક્લાસમાં ટીચરે મુસ્લિમ વિદ્યાર્થીઓને કહ્યું- 'પાકિસ્તાન ચાલ્યા જાઓ' પછી...
ઉત્તર પ્રદેશની એક ખાનગી સ્કુલમાં એક મુસ્લિમ બાળકને સાથી વિદ્યાર્થાઓ દ્વારા થપ્પડ મારવાની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યા કર્ણાટકની એક સરકારી શાળામાં ટીચરે મુસ્લિમ વિદ્યાર્થીઓને પાકિસ્તાન ચાલ્યા જાઓ. એવું કહેતા ભારે વિવાદ ઉભો થયો છે, સ્કુલ મેનેજમેન્ટે તાત્કાલિક મહિલા શિક્ષિકાની બદલી કરી નાંખી છે.
કર્ણાટકના શિવમોગા જિલ્લામાં એક સરકારી શાળાની એક મહિલા શિક્ષિકા પર સાંપ્રદાયિક નિવેદન આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. શિક્ષક પર આરોપ છે કે તેણે બે મુસ્લિમ વિદ્યાર્થીઓને પાકિસ્તાન જવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓના પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિવાદ વકર્યા બાદ શિક્ષકની બદલી કરવામાં આવી છે અને તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
અંગ્રેજી અખાબર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, શાળાએથી ઘરે પહોંચ્યા બાદ બંને વિદ્યાર્થીઓ તેમના પેરન્ટને વાત કરી હતી. વિદ્યાર્થીના પરિવારના લોકોએ આ વાત JDS નેતા એ નજરુલ્લાહને બતાવી હતી. એ પછી JDS નેતાએ શિક્ષણ વિભાગને આરોપી ટીચર સામે ફરિયાદ કરી દીધી એવું કહેતા ભારે વિવાદ ઉભો થયો છે. ટીચરની તાત્કાલિકા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
JDS નેતા નજરુલ્લાહએ ફરિયાદમાં કહ્યુ કે ટીચરે બંને વિદ્યાર્થીઓને કહ્યુ હતું કે, આ તમારો દેશ નથી, આ હિંદુઓને દેશ છે. તમારે લોકોએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઇએ.
આ ઘટના 31મી ઓગસ્ટની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મીડિયા અહેવાલો મુજબ પાંચમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. એ દરમિયાન મહિલા ટીચર ત્યાં આવ્યા હતા અને બંને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમારે પાકિસ્તાન ચાલ્યા જવું જોઇએ. મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આવેલી ઉર્દૂ શાળાની છે.
ઘટના અંગે બ્લોક એજ્યુકેશન ઓફિસર બી નાગરાજે જણાવ્યું કે હાલમાં શિક્ષકની અન્ય શાળામાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત આ મામલે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટના આધારે શિક્ષક સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હજુ થોડા દિવસ પહેલાની જ વાત છે દિલ્હીના શાહદરામાં એક ટીચરે મુસ્લિમ વિદ્યાર્થીઓને મક્કા મદીના વિશે વિવાદીત ટીપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. એ પહેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તૃપ્તા ત્યાગી નામની ટીચરે એક મુસ્લિમ વિદ્યાર્થીને ઉભો રાખીને સાથી વિદ્યાર્થીઓ દ્રારા થપ્પડ મરાવી હતી. આ ઘટનામાં ઉત્તર પ્રદેશ સરકારે શાળાનું લાયસન્સ રદ કરી દીધું હોવાનું જાણવા મળ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp