દિયર-ભાભી પ્રેમપ્રકરણમાં ભાઈ જ અડચણરૂપ બની રહ્યો હતો,મિત્ર પાસે ગોળી મરાવી દીધી

PC: aajtak.in

બિહારના બેગુસરાઈમાં એક વ્યક્તિએ પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીને તેની ભાભી સાથે પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા, જેના કારણે આ હત્યા થઈ હતી. આ કેસમાં મૃતક શિવમ કુમારના ભાઈ શુભમ કુમાર, પત્ની ચાંદની કુમારી અને શુભમના મિત્ર રાજ કિશોર કુમારની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું કે, 30 એપ્રિલની રાત્રે બચવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કદરાબાદ ગામની ગેસ પાઇપલાઇન પાસે હત્યા થઈ હતી. આરોપી પોતાનો ગુનો છુપાવવા માટે જોર જોરથી રડી રહ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ કેસના ઉકેલ માટે પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી. 

DSP રવિન્દ્ર મોહનના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી. મૃતકના પરિવારજનોની સાથે અન્ય લોકોના મોબાઈલ ફોન પણ સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસને ઘણી ચોંકાવનારી બાબતો જાણવા મળી. 

સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં તપાસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મૃતકના નાના ભાઈ શુભમ કુમાર અને મૃતકની પત્ની ચાંદની કુમારીને શકના આધારે અટકાયતમાં લઇ લીધા હતા અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પછી બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો. 

પોલીસે જણાવ્યું કે, આ હત્યાનો પ્લાન મૃતકના નાના ભાઈએ તેના મિત્ર સાથે મળીને બનાવ્યો હતો. મૃતકના ભાઈ શુભમ કુમારને ભાભી ચાંદની કુમારી સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણે શુભમ કુમારે તેના ભાઈને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને મેળો જોવાના બહાને તેને સાથે લઈ ગયો. 

રસ્તામાં તેણે તેના મિત્ર રાજ કિશોર સાથે મળીને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરી હતી. ઘટના પછી કોઈને તેના પર શંકા ન જાય તે માટે તે ઘટનાને બાઇક લૂંટની ઘટના બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. 

આ મામલે બેગુસરાયના SP યોગેન્દ્ર કુમારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને જણાવ્યું કે, બચવાડા પોલીસ સ્ટેશન હેઠળના માજોસદીહ ગેસ પાઇપલાઇન પાસે 15 દિવસ પહેલા શિવમ કુમાર રાયની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણના કારણે નાના ભાઈએ હત્યાને અંજામ આપ્યો હતો. જ્યારે પોલીસે આ કેસમાં ત્રણ ગુનેગારોની ધરપકડ કરી છે, તેમની પાસેથી લૂંટમાં લેવાયેલી બાઇક અને બનાવમાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp