સગાઈમાં સસરાએ રૂ. 1.11 લાખ ન લઇ માત્ર નારિયેળ જ સ્વીકાર્યું, બધાએ વખાણ કર્યા

PC: zeenews.india.com

રાજસ્થાનમાં બોર્ડર સ્થિત જેસલમેરમાં શિક્ષિત હોવાની સાથે સામાજિક જાગૃતિ પણ જોવા મળી રહી છે. જ્યાં કેટલાક લોકો જૂની પરંપરાઓ સાથે ચાલી રહ્યા છે અને કેટલીક રૂઢિચુસ્ત પરંપરાઓને રોકવા માટે શિક્ષિત યુવાનો આગળ વધી રહ્યા છે. લાઠી વિસ્તારના સોઢાકોર ગામે સગાઈના સમારંભમાં વરરાજા તરફના સગાએ સગાઇ વખતે ચાંદલા તરીકે અપાતા રૂપિયા એક લાખ અગિયાર હજારની રકમ કન્યા પક્ષવાળાઓને પરત કરી નવી પહેલ કરી છે. વરરાજા પક્ષ તરફની આ પહેલના વિસ્તારના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બિકાનેર જિલ્લાના ભીમકોર વિસ્તારના પુનમસિંહ ની ધાણીના રહેવાસી પ્રયાગસિંહના પુત્ર અભયસિંહની પુત્રી કંચન કંવરની સગાઈ સોઢાકોર ગામના રહેવાસી કિશોરસિંહ પુત્ર મહિપાલસિંહ સાથે નક્કી થઈ હતી. પરિવાર સગાઈ કરવા સોઢાકોર ગામે પહોંચ્યો હતો, જ્યાં કિશોરસિંહના પુત્ર મહિપાલસિંહ જસોડની સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પુનમસિંહની ધાણી ભીકમકોર સોઢા પરિવાર વતી એક લાખ અગિયાર હજાર રૂપિયા સગાઈમાં ચાંદલા તરીકે આપવામાં આવ્યા હતા. છોકરાના પિતા કિશોર સિંહે મહેમાનોની વચ્ચે ઊભા રહીને બધાને હાથ જોડીને વિનંતી કરી કે, તેમને સગાઇ વિધિના ચાંદલામાં પૈસા નહીં પણ પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે તેવી દીકરી જોઈએ છે. કિશોરસિંહે ચાંદલા વિધિમાં આપેલી રકમ કન્યાપક્ષવાળાઓને પરત કરી હતી. આ સાથે તેણે સગાઈમાં શુકન તરીકે માત્ર અગિયારસો રૂપિયા અને નાળિયેર લીધા હતા. વરરાજાપક્ષવાળાઓની આ પહેલના વિસ્તારના દરેક લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.

કિશોર સિંહ અને અભય સિંહના પુત્ર અને પુત્રી બંને ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહ્યા છે. મહિપાલ સિંહ કહે છે કે, તેના માટે દહેજ નહીં પરંતુ સાચો મજબૂત સંબંધ મહત્વ રાખે છે. જ્યારે સગાઇ કરેલી કન્યા કંચનકંવર કહે છે કે, કોઈપણ વ્યક્તિની સારી વિચારસરણી તેને હંમેશા આગળની તરફ લઈ જાય છે.

હકીકતમાં આવી રૂઢિગત પરંપરાઓને તોડીને નવી વિચાર સરણીને અપનાવતા આવા યુવાનો કે તેના માતાપિતાને ધન્યવાદ છે કે, જેના કારણે સમાજને નવી દિશા મળે છે અને તેના કારણે સમાજમાં જાગૃતિ આવે છે અને સમાજમાં જાગૃતિ આવતા તેનો વિકાસ થાય છે, જો સમાજનો વિકાસ થાય તો રાજ્યનો વિકાસ થાય અને રાજ્યનો વિકાસ થતા આપોઆપ દેશનો વિકાસ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp