ચાલુ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના જજે રાજીનામું ધરી દીધું, કહ્યું- આત્મસન્માન...

PC: hindustantimes.com

ન્યાયતંત્રના એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. ચાલું કોર્ટમાં એક  ન્યાયાધીશે રાજીનામું આપ્યું છે અને કોર્ટમાં બેઠેલાં તમામ લોકોની માફી પણ માંગી છે. બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ રોહિત દેવે શુક્રવારે કહ્યું કે તેમણે અંગત કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેંચના જસ્ટિસ દેવે કોર્ટમાં ઘણા વકીલોની હાજરીમાં આ જાહેરાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના આત્મ સન્માન સાથે સમાધાન કરી શકતા નથી. આ જાહેરાત પછી, તેમના નોંધાયેલા કેસો સમાપ્ત માની લેવામાં આવ્યા હતા.

બોમ્બે હાઇ કોર્ટના એક વકીલે કહ્યું હતું કે, ન્યાયાધીશ રોહિત દેવે કહ્યું હતું કે,કોર્ટમાં જે કોઇ પણ હાજર છે, હું તમારા બધાની માફી માંગુ છુ.મેં તમને ઠપકો આપ્યો કારણ કે હું ઈચ્છું હતો કે તમારા બધામાં સુધારો આવે. હું તમારામાંથી કોઈને દુઃખ પહોંચાડવા માંગતો નથી,કારણ કે તમે બધા મારા માટે પરિવાર જેવા છો, પરંતુ મને જણાવતા દુઃખ થાય છે કે મેં મારું રાજીનામું સોંપી દીધું છે. હું મારા સ્વાભિમાન વિરુદ્ધ કામ કરી શકતો નથી. તમે લોકો સખત મહેનત કરજો.

એ પછી ન્યાયાધીશ રોહિત દેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે મેં અંગત કારણોસર રાજીનામું આપ્યું છે અને પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે.

ગયા વર્ષે ન્યાયાધીશ રોહિત દેવે માઓવાદી સાથે કથિત સંબંધના કેસમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જીએન સાઈબાબાને નિર્દોષ જાહેર કરી દીધા હતા અને કહ્યું હતું કે Unlawful Activities Prevention Act  હેઠળ માન્ય મંજૂરીના અભાવમાં ટ્રાયલની કાર્યવાહી અમાન્ય હતી. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂકી દીધો હતો અને હાઈકોર્ટની નાગપુર બેંચને આ મામલે નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ દેવે 3 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સરકારના સરકારી ઠરાવ (GR)ના અમલ પર રોક લગાવી દીધી હતી.

આ દરખાસ્ત દ્વારા, રાજ્ય સરકારને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વેના બાંધકામ અથવા અમલીકરણના કામમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા ગૌણ ખનીજ ખોદકામના સંબંધમાં મહેસૂલ વિભાગની શિક્ષાત્મક કાર્યવાહીને રદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ રોહિત દેવની જૂન, 2017માં બોમ્બે હાઇ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી તે પહેલાં તેમણે વર્ષ 2016માં મહારાષ્ટ્ર સરકારના સોલિસીટર જનરલ તરીકે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp