Video: પાકિસ્તાનની મેચમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' નારા લગાવતા પોલીસે અટકાવ્યો તો..

PC: theindiadaily.com

શુક્રવારે રાત્રે બેંગલુરુના M ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની 18મી મેચ રમાઈ હતી. આ મેચમાં ઘણા રન થયા હતા અને 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર 62 રને શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ દરમિયાન પાકિસ્તાન માત્ર હાર્યું જ નહીં પરંતુ તેના એક પ્રશંસકે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ પણ બનાવી. હકીકતમાં, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન મેચ દરમિયાન એક ફેન 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યો હતો. જ્યારે એક પોલીસકર્મીએ તેને આમ કરતા અટકાવ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર દાવાનળની જેમ વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુમાં પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન વિવાદ થયો હતો. પાક ચાહકોને સ્ટેડિયમમાં ચીયર કરતા અટકાવવામાં આવ્યા હતા. અહીં પોલીસે પાકિસ્તાની પ્રશંસકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સ્ટેડિયમમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવામાં આવશે નહીં. આ બાબતે સ્ટેડિયમમાં પોલીસ અને વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુરક્ષાકર્મી પાકિસ્તાની ચાહકોને 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતા અટકાવતા જોઈ શકાય છે. ફેન્સ એવું કહેતા પણ સાંભળવા મળે છે કે, સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે અને લોકો 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા છે. તો શા માટે તે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી શકતા નથી? તેના પર પોલીસકર્મીએ એમ પણ કહ્યું કે, 'ભારત માતા કી જય'ના નારા લગાવી શકાય છે, પરંતુ 'પાકિસ્તાન ઝિંદાબાદ' નહીં.

ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થતા જ પાકિસ્તાની ક્રિકેટ ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. ચાહકો કહી રહ્યા છે કે, ભારતમાં પાકિસ્તાનના ચાહકો પોતાની જ ટીમને ચીયર કરી શકતા નથી? કેટલાક ભારતીય ક્રિકેટ ચાહકો પોલીસના આ વલણને ખોટું પણ ગણાવી રહ્યા છે. હકીકતમાં, રમતના મેદાનમાં દરેક દર્શકને તેની ટીમનું મનોબળ વધારવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં, બેંગલુરુથી સામે આવેલો આ વીડિયો ચોક્કસપણે મોટા વિવાદનું કારણ બની શકે છે. જોકે, આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પાકિસ્તાની ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં આયોજિત વર્લ્ડકપ ICC ઈવેન્ટ નહીં પરંતુ BCCI ઈવેન્ટ બની ગયો છે. તેણે એમ પણ કહ્યું કે, સ્ટેડિયમમાં ન તો પાકિસ્તાની સંગીત વગાડવામાં આવે છે અને ન તો ઘણા પાકિસ્તાની ચાહકોને ભારત આવવા માટે વિઝા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp