
ભગવાન શિવ, નિર્દોષ કારભારી ભારત અને ભારતીયોના દરેક સ્થાનમાં, તેમના શરીર અને મનમાં નિવાસ કરે છે. સૃષ્ટિની રચના તેમના કારણે છે, ચેતનાની જાગૃતિ તેમના કારણે છે, અપૂર્ણતાની પૂર્ણતા તેમના કારણે છે અને અશુદ્ધતાની શુદ્ધિ પણ તેમના કારણે છે. પોતે ઝેર પીને બધાને અમૃત વહેંચે છે, આ તેમનો ધર્મ છે, આ તેમની ક્રિયા છે. શિવ આ ચલ જગતની ચેતનાનું મૂળ છે. સંસારની તમામ અશુદ્ધિઓને શુદ્ધ કરવી એ શિવનું કર્તવ્ય છે. સંસારની બધી સારી અને ખરાબ શક્તિઓ શિવ દ્વારા જ શુદ્ધ થાય છે. એવું માનવામાં આવે છે કે જ્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે, તે સ્થાનની તમામ નકારાત્મકતા આપોઆપ નાશ પામે છે.
શિવનો આ મહિમા જ તેના ભક્તોને પોતાની તરફ ખેંચી લે છે, ભક્તો પણ શિવના મહિમામાં એવી રીતે ખોવાઈ જાય છે કે, તેમને દરેક જગ્યાએ માત્ર શિવ જ દેખાય છે, આવી જ એક અદ્ભુત ઘટના પશ્ચિમ બંગાળના આસનસોલમાં સ્થિત શિવ મંદિરમાં બની છે. ભક્તો ભગવાન શિવને સ્વયં શિવલિંગમાં દેખાતા જોઈ શકે છે, ત્યારબાદ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. રોજની જેમ ગુરુવારે સાંજે પણ મહિલાઓ મંદિરમાં ભજન કીર્તન કરી રહી હતી. આ દરમિયાન મંદિરમાં આવેલા શિવલિંગમાં અચાનક આંખ જેવો આકાર ઉભરી આવ્યો હતો.જેની ઉપર ભજન કરી રહેલી મહિલા ભક્તોની નજર પડી હતી અને થોડીવાર માટે મંદિરમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
ત્યારે જ એક મહિલાએ કહ્યું કે, ભગવાન શિવ સ્વયં અહીં દર્શન આપીને ગયા છે અને વાતાવરણ સંપૂર્ણપણે શાંત થઈ ગયું છે. મહિલાઓએ શિવલિંગને ચારે બાજુથી ઘેરી લીધું અને ભજન કરવા લાગ્યા. ત્યાં હાજર સ્ત્રીઓ કહે છે કે, તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને દર્શન આપવા માટે સ્વયં અહીં પ્રગટ થયા. મંદિરમાં ભગવાને દર્શન આપ્યાના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. ત્યારે, ચમત્કાર ને તેડું ના હોય તેની જેમ ભગવાનના દર્શન કરવા મંદિરમાં મોટી ભીડ ઉમટી પડી હતી.
લોકો મંદિરમાં પહોંચી અને ભગવાનના દર્શન કરવા લાગ્યા. શિવલિંગ પર ઉભરાયેલી નેત્રના આકારની પૂજા શરૂ કરી દીધી. કેટલાક ભગવાનના ચરણોમાં માથું નમાવી રહ્યા હતા, તો કેટલાક આ અદ્ભુત દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા. આવી કડકડતી ઠંડીમાં પણ ભક્તો મંદિર પરિસરમાં દર્શન કરવા ઉમટી પડ્યા છે. આ ઘટના બાદ મંદિરના પૂજારીને બોલાવવામાં આવ્યા હતા. તેમણે ભગવાન શિવનો શૃંગાર પણ પાણીથી ધોયો હતો. ભક્તો હવે ભગવાન અહીં સ્વયં પ્રગટ થયા હોવાની વાતને સ્વીકારી રહ્યા છે. મંદિર પાસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. લોકો દૂર-દૂરથી ભગવાનના દર્શન કરવા પહોંચી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp